પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ
પિતા કંચનરાય ગીરજાશંકર દેસાઈ
જન્મની વિગત 5 February 1905 Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
મૃત્યુની વિગત Unknown Edit this on Wikidata
વ્યવસાય પરિસહાયક અધિકારી&Nbsp;edit this on wikidata
નોકરી આપનાર મહારાજા Edit this on Wikidata
કાર્યો પંખી જગત, કુદરતની કેડીએ - ભાગ - ૧, કુદરતની કેડીએ - ભાગ - ૨ Edit this on Wikidata

પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ જાણીતા પ્રકૃતિપ્રેમી અને પક્ષી વિશારદ હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં થયો હતો. તેમના પિતા કંચનરાય ગીરજાશંકર દેસાઈ અને કાકા મુકુંદરાય પણ પ્રકૃતિપ્રેમી અને પક્ષીપાલક હતા. આમ નાનપણથી જ તેઓને પક્ષીપ્રેમના સંસ્કાર મળેલા. તે ઉપરાંત ભાવનગર રાજ્યમાં તે સમયે ચિત્તાને તાલિમ આપનાર હશન ઉસ્તાદે પણ તેઓને પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે સારૂં એવું માર્ગદર્શન કરેલું. ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને ૧૫ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ પોતાના એ.ડી.સી. (Aide-de-camp - પરિસહાયક અધિકારી) તરીકે નિયુક્ત કરેલા, ત્યાર પછી ડૉ. વિરભદ્રસિંહજીએ પણ તેમને આ પદે સેવારત રાખ્યા અને આશરે ૩૫ વર્ષ સુધી સેવારત રહી ૧ જુલાઇ ૧૯૭૩ના રોજ તેઓએ નિવૃતિ લીધી અને પછી નિવૃત જીવન ગાળ્યું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને "પક્ષીરાજ"નું બિરુદ આપી તેમનું સન્માન કરેલું.[૧]

સર્જન[ફેરફાર કરો]

એમણે પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે ગુજરાતી ભાષામાં જ્ઞાનપ્રદ પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તક "કુદરતની કેડીએ (ભાગ ૧-૨)"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. "શ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨)"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત થયેલો. તેમનું પુસ્તક "પંખી જગત", કે જેમાં ગુજરાતમાં જોવા મળતા ૪૩૧ પક્ષીઓની ઝીણવટીભરી વિગતો અપાયેલી છે, પ્રકૃતિવિદ્ રૂબિન ડેવિડે "પંખી જગતનું બાઇબલ" કહીને મૂલવ્યું હતું.[૧] આ ઉપરાંત તેમણે કુમાર જેવા માસિકો અને અન્ય કેટલાયે દૈનિકપત્રોમાં પક્ષીજગતને લગતું જ્ઞાન આપતા લેખો લખ્યા છે.

ગુજરાત રાજ્યમાં મલબારી શામા નામના પક્ષીની નોંધ એમણે પાલનપુરનાં બાલારામ પેલેસ પાસેની બાલારામ નદીના કિનારે કરેલી તે ગુજરાતમાં એ પક્ષીની ડાંગનાં જંગલો સિવાય સૌ પ્રથમ નોંધ છે[૨].

પુસ્તકો[ફેરફાર કરો]

  1. કુદરતની કેડીએ (ભાગ ૧-૨ ) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર)
  2. શ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતિય પુરસ્કાર)
  3. પંખી જગત ("પંખી જગતનું બાઇબલ" - રૂબીન ડેવિડ)
  4. વન વગડાના વાસી
  5. પંખીમેળો
  6. ગીરની ભીતરમાં
  7. વન્ય પ્રાણીઓ
  8. પરિન્દા-ઈ-બોસ્તાં (સ્વર્ગના પંખીઓ)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 145: attempt to compare nil with number.
  2. પંખી જગત. મલબારી શામાનું વર્ણન