સોમાલાલ શાહ

વિકિપીડિયામાંથી
સોમાલાલ શાહ
જન્મ૧૪ ફેબ્રુઆરી ૧૯૦૫ Edit this on Wikidata
મૃત્યુ૧૯૯૪ Edit this on Wikidata

સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪) ભારતના ચિત્રકાર અને કળા શિક્ષક હતા. તેમનો જન્મ કપડવંજમાં થયો હતો અને શિક્ષણ મુંબઈ અને કલકત્તામાં થયુ હતું. તેમણે ત્રણ દાયકા ચિત્ર કલા અને કલા શિક્ષણમાં ભાવનગર, ગુજરાતમાં ગુજાર્યા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ચુનીલાલ અને જેકોરબેનને ત્યાં ૧૪ ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ કપડવંજમાં થયો હતો. તેમના પિતા દુકાનદાર હતા. તેમણે અમદાવાદની ગુજરાત કોલેજ અને કલાવંત કારખાના, વડોદરા ખાતે શિક્ષણ મેળવ્યું. ૧૯૨૬માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. વધુ અભ્યાસ તેમણે અભાનિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ, કલકત્તા ખાતે કર્યો.[૧][૨][૩]

કારકિર્દી[ફેરફાર કરો]

રવિશંકર રાવળની સલાહ મુજબ તેઓ નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિમાં કલા શિક્ષક તરીકે જોડાયા. દક્ષિણામૂર્તિ એ રંગ રેખા નામે ૧૫ ચિત્રોનો સંગ્રહ ૧૯૩૪-૩૫માં પ્રકાશિત કર્યો હતો. તેઓ ભાવનગર રજવાડાના કુટુંબમાં જાણીતાં બન્યા. દક્ષિણામૂર્તિ ૧૯૩૯માં ભાવનગરની બહાર ગઇ તેથી સોમાલાલ શાહે કુમારશાળા અને ઘરશાળામાં થોડો સમય શિક્ષણ આપ્યું. ભાવનગરના રાજવી કુટુંબની વિનંતી પર તેઓ ૧૯૪૪માં આલ્ફ્રેડ હાઇ સ્કૂલમાં જોડાયા. તેમણે ત્યાં બે દાયકા સુધી કલાનું શિક્ષણ આપ્યું.[૧][૨][૩]

તેઓ ૧૯૯૪માં અવસાન પામ્યા.[૧][૩]

શૈલી[ફેરફાર કરો]

તેમણે ભારતીય વિષયોમાં યુરોપી તકનિકો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ભારતીય ચિત્રો અને બંગાળી નવજાગૃતિ આંદોલનની શૈલીઓ પણ અજમાવી. તેમણે ભારે તૈલ રંગોની છાંટ ટાળી અને ભૂખરા રંગોનો પ્રયોગ ઓછો કર્યો હતો. તેમણે કલકત્તામાં અભ્યાસ કર્યો હોવાથી તેમના પર નંદલાલ બોઝ અને અભાનિન્દ્રનાથ ટાગોરની અસર હતી. તેમણે વોશ શૈલીનો ઉપયોગ કર્યો જે પાછળથી તેમને ઓળખ આપતી જાણીતી થઇ. તેઓ ત્રણ દાયકા સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહ્યા તેથી તેમની કળામાં આ વિસ્તારની સંસ્કૃતિ અને લોકોની અસર આવી. તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના પક્ષીઓના પુસ્તકમાં પણ રેખાચિત્રો બનાવ્યા હતા.[૧][૨][૩]

પુરસ્કારો[ફેરફાર કરો]

૧૯૪૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૦માં તેમને ગુજરાત સરકાર તરફથી રવિશંકર રાવળ રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૮૮માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ગુજરાત લલિત કલા અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Sardessai, Naguesh Rao (૭ જાન્યુઆરી ૨૦૧૨). "Somalal: a rich art legacy". The Navhind Times. મેળવેલ ૧૪ જુન ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Bordewekar, Sandhya (૧૪ જુલાઇ ૨૦૧૨). "ART HERITAGE OF BHAVNAGAR". Global Gujarat News. મેળવેલ ૧૩ જુન ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Somalal Shah". greatindianart.com. મેળવેલ ૧૪ જુન ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]