મૂળશંકર ભટ્ટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મૂળશંકર ભટ્ટ
જન્મ(1907-06-25)June 25, 1907
ભાવનગર
મૃત્યુOctober 31, 1984(1984-10-31) (ઉંમર 77)
ભાવનગર
વ્યવસાયઅધ્યાપન અને સાહિત્યસર્જન
શિક્ષણસંગીત વિશારદ, (૧૯૨૭, ગુજરાત વિદ્યાપીઠ)
જીવનસાથીહંસાબેન
સંતાનોબકુલ અને વિક્રમ (પુત્રો)
ઉર્મીલા અને મીના (પુત્રીઓ)
સંબંધીઓરેવાબેન (માતા), મોહનલાલ (પિતા)

મૂળશંકર ભટ્ટ (૨૫ જૂન ૧૯૦૭ - ૩૧ ઓક્ટોબર ૧૯૮૪[૧]) ગુજરાતી ભાષાના અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક હતા. તેઓને ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખવામાં આવતા હતા.[૨]

અભ્યાસ[ફેરફાર કરો]

વ્યવસાય[ફેરફાર કરો]

ક્રમ સમયગાળો વર્ણન
૧૯૨૯ રાષ્ટ્રીય શાળા, વિલેપાર્લે, મુંબઇમાં સંગીત શિક્ષક.
૧૯૩૧-૩૮ દક્ષિણામુર્તિમાં ગૃહપતિ અને શિક્ષક.
૧૯૩૮-૪૪ ભાવનગરમાં ઘરશાળામાં શિક્ષક.
૧૯૪૫-૫૩ દક્ષિણામૂર્તિમાં આચાર્ય.
૧૯૫૩-૬૫ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ , સણોસરામાં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ તથા લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય.
૧૯૬૫ બાદ નિવૃત્તિ પછી દક્ષિણામૂર્તિ, ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

  • અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ[૩], એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ.; વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ;
  • ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન;
  • સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો);
  • નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર;
  • શિક્ષણ - શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.
  • બાળસાહિત્ય - ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું?

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Shastri, Parth (1 November 2014). "Mulshankar Bhatt made learning a joy for kids". The Times of India. મેળવેલ 15 November 2016.
  2. Peter Hunt (2 September 2003). International Companion Encyclopedia of Children's Literature. Routledge. પાનું 802. ISBN 978-1-134-87993-9.
  3. Jules Verne (18 April 2013). Sahasiko Ni Srushti - Gujarati eBook. R R Sheth & Co Pvt Ltd. પાનું 179. ISBN 978-93-81336-35-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]