વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોર | |
---|---|
વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ગાયક છે.
જીવન
[ફેરફાર કરો]વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી.[૧][૨][૩] ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.[૪][૫]
તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે.[૬] તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના 'સુપર સ્ટાર' ગણાવ્યા છે.[૫][૭]
તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.[૪]
વિવાદ
[ફેરફાર કરો]૨૦૧૧માં ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક પરેશ પટેલે તેમના પર રૂપિયા ૩૫ લાખની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. પૈસા લઈ ફિલ્મના શૂટિંગમાં હાજર ન રહ્યા બાદ પૈસા પરત ન કરવાના કારણે ફરિયાદ કરવામાં આવી હતી.[૮][૯]
ફિલ્મો
[ફેરફાર કરો]- બેવફા પરદેશી (૨૦૦૭)
- એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬)
- અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ
- પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
- મેં તો ઓઢી ચુંદડી તારા નામની
- પ્રીત જનમોજનમની ભુલાશે નહિ
- તને પારકી માનું કે માનું પોતાની
- રાધા ચૂડલો પહેરજે મારા નામનો
- રાધા રહીશું સદા સંગાથે
- આખા જગથી નિરાળી મારી સાજણા
- શક્તિ- ધ પાવર
- સુખમાં દશામા દુઃખમાં દશામા
- રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭)
- વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦)
- પીયુ તારા વિના મને એકલું લાગે (૨૦૧૦)[૨]
- પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧)
- રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)[૧૦]
- એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની (૨૦૧૪)[૧૧]
- ઓઢણી (૨૦૧૪)[૧૨]
- પાટણથી પાકિસ્તાન
- કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી (૨૦૧૫)
- દેશની કોઈ પણ સરહદ પ્રેમને રોકી શકતી નથી[૧૩]
- અવતાર ધરીને આવુ છું (૨૦૧૫)
- સોગંદ છે મા બાપના (૨૦૧૬)
- દુનિયા જલે તો જલે (૨૦૧૬)
- રાધા રહીશું સદા સંગાથે (૨૦૧૬)
- પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની (૨૦૧૬)
- રજવાડી છઈએ અમે માંનભેર રહીયે (૨૦૧૭)
- જગ જીતે નહીં ને હૈયું હારે નહીં (૨૦૧૭)
- કેમ રે ભૂલાય ઠાકોર નં. ૧ (૨૦૧૮)
- પ્રેમ કરીને વેર વાળ્યું (૨૦૧૮)
- આખા જગથી નિરાળી મારી સાજના (૨૦૧૯)
- કુટુંબ (૨૦૧૯)
- રખેવાળ (૨૦૧૯)
- તારી યાદોમાં જિંદગી જવાની (૨૦૨૧)
- તું અધૂરી વાર્તાનો છેડો (૨૦૨૨)[૧૪]
- કોણ પારકા કોણ પોતાના (૨૦૨૨)[૧૫]
- ખેડૂત એક રક્ષક (૨૦૨૨)[૧૬]
- જીંદગી જીવી લે (૨૦૨૩)[૧૭]
- સોરી સાજણા (૨૦૨૪)[૧૮]
- ભાઈની બેની લાડકી (૨૦૨૪)[૧૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સ્ટેજ શૉ ક્યારેય બંધ નહીં થાયઃ વિક્રમ ઠાકોર". Khabarchhe.com. ૨૬ જૂન ૨૦૧૫. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ ૨.૦ ૨.૧ May 2015 "વિક્રમ સર્જનારો અભિનેતા વિક્રમ ઠાકોર" Check
|url=
value (મદદ). Sadhana Weekly. ૨ મે ૨૦૧૫. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:|year=
/|date=
mismatch (મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "ફિલ્મોમાં વિક્રમ ઠાકોરના પપ્પાનો રોલ કરવા વિશે નરેશ કનોડિયા શું કહેતા હતા?". BBC News ગુજરાતી. 8 January 2023.
- ↑ ૪.૦ ૪.૧ "Golly! Gujarati films cross 1k mark". The Times of India. ૨૯ જુલાઇ ૨૦૧૧. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ ૫.૦ ૫.૧ "Gujarati cinema: A battle for relevance". dna. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ Mishra, Abhimanyu (૧૮ જૂન ૨૦૧૪). "Manoj-Vimal compose for a love saga based in Rann of Kutch". The Times of India. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ K. Moti Gokulsing; Wimal Dissanayake (૧૭ એપ્રિલ ૨૦૧૩). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ ૯૮. ISBN 978-1-136-77284-9.
- ↑ "ગુજરાતી ફિલ્મના યુવા અભિનેતા વિક્રમ ઠાકોરની અટકાયત". www.divyabhaskar.co.in. ૨૧ જૂન ૨૦૧૧. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ "Gujarati film actor accused of duping director of Rs 35 lakh". Indian Express. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ "કચ્છની કલા - સંસ્કૃતિ દર્શાવતી ગુજરાતી ફિલ્મ "રશીયા તારી રાધા રોકાણી રણમાં" : હિતેષ વ્યાસ મહત્વની ભૂમિકામાં". Akilanews.com. ૫ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ "ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જોવા ભીડ ઉમટી". Sandesh. ૬ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ "OdhaniUA". The Times of India. ISSN 0971-8257. મેળવેલ 2024-03-02.
- ↑ "ઐતિહાસિક જેસલ-તોરલની સમાધિ વિસ્તારમાં સોમવારે સવારે વિક્રમ ઠાકોર અને તનુશ્રીને". www.divyabhaskar.co.in. ૧૫ જુલાઇ ૨૦૧૫. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ Rathod, Vaishali (2021-11-01). "Parth Parmar and Vikram Thakor's 'Tu Adhuri Varta Na Chhedo' to release this Diwali- Exclusive!". The Times of India Entertainment Times.
- ↑ "Kon Parka Kon Potana". The Times of India.
- ↑ "Khedut Ek Rakshak". The Times of India.
- ↑ "Vikram Thakor Upcoming Film: વિક્રમ ઠાકોરે આગામી ફિલ્મ 'જીંદગી જીવી લે'ની કરી જાહેરાત, જુઓ પોસ્ટર". ETV Bharat News.
- ↑ "Sorry SajnaUA". The Times of India. ISSN 0971-8257. મેળવેલ 2024-04-21.
- ↑ "Bhai Ni Beni Ladki". BookMyShow.