વાંસળી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વાંસળી ભારતીય ઉપખંડ અને એમાં પણ ખાસ કરીને ભારત દેશનું સૌથી મધુર, સુરીલું તેમ જ અત્યંત લોકપ્રિય સંગીત વાદ્ય છે. વાંસળી વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવે છે. આથી જ આ વાદ્યને વાંસળી કહેવાય છે. આ વાદ્ય હોઠ વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળીનો ઉપયોગ શાસ્ત્રીય સંગીતથી લઇને અન્ય સંગીત જેવાં કે લોક-સંગીત, સુગમ સંગીતમાં પણ કરવામાં આવેલ છે.

પુરાણ કાળના હિન્દુ ધર્મના મહાભારત ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણે વાંસળી વગાડી રાધાજી તેમ જ ગોપીઓને ઘેલી કર્યાની વાત આવે છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક નામો પૈકીનાં ઘણાં નામો વાંસળીના કારણે પાડવામાં આવ્યાં હતાં. જેમાં મુરલીધર, બંસીધર જેવાં નામો પુરાણકાળમાં વાંસળીના મહત્વની સાક્ષી પૂરે છે.

પંડિત પન્નાલાલ ઘોષજીએ ઘણાં સંશોધનો કર્યા પછી વાંસળીને શાસ્ત્રીય સંગીત માટે તૈયાર કરી હતી. પંડિત હરિપ્રસાદ ચૌરસિયા વાંસળી-વાદનના ઉસ્તાદ તરીકે જાણીતા છે.

ગુજરાતી ભાષામાં વાંસળીને મોરલી અથવા બંસી પણ કહેવાય છે.