ગૌતમ બુદ્ધ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ
Buddha in Sarnath Museum (Dhammajak Mutra).jpg
સારનાથમાંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા, ૪થી સદી
જન્મની વિગત આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની, આજના નેપાળમાં
મૃત્યુની વિગત આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦) અથવા ઇ.પૂ. ૪૧૧ અને ૪૦૦
કુશીનગર, ઉત્તર પ્રદેશ, આજનું ભારત
માતા-પિતા મહામાયા-શુદ્ધોધન

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

ગૌતમ બુદ્ધનું જીવન[ફેરફાર કરો]

પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ, જે આજે નેપાળમાં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.

એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.

૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .

બોધીની પ્રાપ્તિ[ફેરફાર કરો]

સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને વિપસ્સના ના અભ્યાસ દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.

શેષ જીવન[ફેરફાર કરો]

બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ૮૦ વર્ષની વયે તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કર્યૉ.

'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."

Hong Kong Budha.jpg


સંદર્ભ[ફેરફાર કરો]