વેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર

વિકિપીડિયામાંથી

વેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર (બંગાળી: চিত্ত যেথা ভয়শূন্য, ઉચ્ચારણ: t͡ʃit̪t̪o Jet̪hɐ Bhɔyʃunno, અંગ્રેજી લિપ્યંતરણ: Chitto Jetha Bhoyshunno) એ ભારતની આઝાદી પહેલા ૧૯૧૩ ના નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી એક કવિતા છે. તે નવા અને જાગૃત ભારત પ્રત્યેની ટાગોરની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે. મૂળ કવિતા ૧૯૧૦ માં પ્રકાશિત થઈ હતી અને ૧૯૧૦ ના સંગ્રહ ગીતાંજલિમાં અને ટાગોરના પોતાના અનુવાદમાં, તેને ૧૯૧૨ ના અંગ્રેજી સંસ્કરણમાં શામેલ કરવામાં આવી હતી. ગીતાંજલિની ૩૫મી કવિતા 'વેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર', ટાગોરની ઉત્તમ કવિતાઓમાં એક છે. તે કવિની પ્રતિબિંબીત ભાવનાની અભિવ્યક્તિ કરે છે અને તેમાં પોતાના આઝાદી પૂર્વેના ભારતના સમયની સરળ પ્રાર્થના છે.

અંગ્રેજી અનુવાદ[ફેરફાર કરો]

 Where the mind is without fear and the head is held high;
 Where knowledge is free;
 Where the world has not been broken up into fragments
 By narrow domestic walls;
 Where words come out from the depth of truth;
 Where tireless striving stretches its arms towards perfection;

 Where the clear stream of reason has not lost its way;
 Into the dreary desert sand of dead habit;
 Where the mind is led forward by thee;
 Into ever-widening thought and action;
 Into that heaven of freedom,
 My Father, let my country awake.

ગુજરાતી અનુવાદ[ફેરફાર કરો]

ચિત્ત જ્યાં ભાવશૂન્ય છે,શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,
ઘરઘરના વડાઓએ જ્યાં રાતદિવસ
વસુધાના નાના નાના ટુકડા કરી મુક્યા નથી,
વાણી જ્યાં સુધી હદયના ઝરણામાંથી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં દિશાએ દિશાએ
અજસ્ત્રપણે સફળતા ભણી ઘસે છે,
તુચ્છ આચારની મરુ-રેતી
જ્યાં વિચારનાં ઝરણાંને ચૂસી લેતી નથી -
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
તું જ્યાં સકલ કર્મ અને વિચારનો અગ્રણી છે :
તે સ્વાતંત્ર્ય-સ્વર્ગમાં, હે પિતા,
તારે પોતાના હાથે નિર્દય આઘાત કરીને,
ભારતને જાગૃત કર.

[૧]

નગીનદાસ પારેખનો અનુવાદ[ફેરફાર કરો]

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વડાઓએ
રાતદિવસ પોતાના આંગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.[૨]

મૂળ બંગાળી સ્ક્રિપ્ટ[ફેરફાર કરો]

চিত্ত যেথা ভয়শূন্য, উচ্চ যেথা শির,
জ্ঞান যেথা মুক্ত, যেথা গৃহের প্রাচীর
আপন প্রাঙ্গণতলে দিবসশর্বরী
বসুধারে রাখে নাই খণ্ড ক্ষুদ্র করি,
যেথা বাক্য হৃদয়ের উৎসমুখ হতে
উচ্ছ্বসিয়া উঠে, যেথা নির্বারিত স্রোতে
দেশে দেশে দিশে দিশে কর্মধারা ধায়
অজস্র সহস্রবিধ চরিতার্থতায়,
যেথা তুচ্ছ আচারের মরুবালুরাশি
বিচারের স্রোতঃপথ ফেলে নাই গ্রাসি,
পৌরুষেরে করে নি শতধা, নিত্য যেথা
তুমি সর্ব কর্ম চিন্তা আনন্দের নেতা,
নিজ হস্তে নির্দয় আঘাত করি, পিতঃ;
ভারতেরে সেই স্বর্গে করো জাগরিত৷

ઇતિહાસ અને અનુવાદ[ફેરફાર કરો]

સંભવત: આ કવિતા ૧૯૦૦ માં રચાઈ હતી. તે વોલ્યુમ નૈવિધ્ય માં (૧૯૦૧ જુલાઈ, બંગાળી ) પ્રાર્થના એવા શિર્ષક હેઠળ પ્રકાશિત થઇ હતી. અંગ્રેજી અનુવાદ ૧૯૧૧ ની આસપાસ થયો હતો જ્યારે વિલિયમ રોથેન્સ્ટેઇનની વિનંતી પછી ટાગોર તેમના કેટલાક કામો અંગ્રેજીમાં અનુવાદિત કરી રહ્યા હતા. તે ૧૯૧૨ માં ઈન્ડિયા સોસાયટી, લંડન દ્વારા પ્રકાશિત અંગ્રેજી ગીતાંજલીની ૩૫ મી કવિતા તરીકે પ્રકાશિત થઇ હતી.[૩][૪] 1917 માં, ટાગોરે કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં અંગ્રેજી સંસ્કરણ (પછી 'ભારતીય પ્રાર્થના' શીર્ષક) વાંચ્યું.[૫]

અંગ્રેજી ગીતાંજલિ માટે ટાગોરના મોટાભાગના અનુવાદોની જેમ, અંગ્રેજી પ્રસ્તુતિની લગભગ દરેક લીટી નોંધપાત્ર રીતે સરળ કરવામાં આવી છે. અંગ્રેજી આવૃત્તિ માં લાઈન ૬ માણસાઇ (পৌরুষ) સંદર્ભને બાદ કરે છે, અને મૂળનો કડક અંત, જ્યાં પિતાને "દયા વિના સૂતાં રાષ્ટ્ર પર પ્રહાર" કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કવિતા ઘણીવાર ભારતમાં પાઠયપુસ્તકોમાં જોવા મળે છે અને તે બાંગ્લાદેશમાં પણ લોકપ્રિય છે. આ ગીતનું એક સિંહાલા અનુવાદ છે જેનું નામ છે "મેગે દેશાયા અવધિ કરણુ મેના પિયાની" જેનું મહાગમા સેકરા દ્વારા સિંહાલામાં ભાષાંતર થયું હતું.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

આ કવિતાએ બંગાળી અને ભારતીય ઉપખંડની સંસ્કૃતિને ખૂબ પ્રભાવિત કરી છે. એ.આર. રહેમાને આ કવિતાના આધારે 'જાગાઓ મેરે દેશ કો' નામનું ભારતીય સ્વતંત્રતા દિવસ ગીત બનાવ્યું હતું, જેમાં કીમ મ્યુઝિક કન્ઝર્વેટરીની એક કવિતા દર્શાવવામાં આવી હતી. આ ગીતને એમટીવી કોક સ્ટુડિયોમાંથી ૮ વાગ્યે રજુ આવ્યું હતું.

આમિર ખાને ટેલિવિઝન શો સત્યમેવ જયતેના છેલ્લા એપિસોડમાં કવિતાના હિન્દી સંસ્કરણનો અનુવાદ કર્યો હતો.[૬]

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૧ માં ભારતીય સંસદને સંબોધતા આ કાવ્યની પંક્તિઓને ટાંકી હતી.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મેઘાણી, મહેન્દ્ર. અરધી સદીની વાંચનયાત્રા-૧. અમદાવાદ: સંસ્કાર સાહિત્ય મંદિર. પૃષ્ઠ ૯૭.
  2. https://layastaro.com/?p=9065
  3. "Gitanjali". The India Society, London / One More Library. 1912. મેળવેલ April 28, 2019.
  4. Sisir Kumar Das, સંપાદક (1994). The English Writings of Rabindranath Tagore, v.1: Poems. Sahitya Akademi. p. 9
  5. Prabhat Kumar Mukhopadhyay, rabIndrajIbanIkathA, 1981, p.104
  6. "YouTube". www.youtube.com. મેળવેલ 2019-11-15.
  7. http://articles.economictimes.indiatimes.com/2010-11-09/news/27622405_1_mani-bhavan-president-barack-obama-today-gandhiji