શિવ મંદિર, બાવકા
બાવકા શિવ મંદિર | |
---|---|
બાવકા શિવ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | બાવકા, દાહોદ જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°45′08″N 74°12′05″E / 22.75221°N 74.20147°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | મારુ ગુર્જર હિંદુ મંદિર સ્થાપત્ય |
NHL તરીકે સમાવેશ | ASI રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-77) |
બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીકની એક નાની ટેકરી પર આવેલું છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]તેનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ (બીજા)ના શાસનકાળ (૧૧૭૮-૧૨૪૦) દરમિયાન કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદ્ મધુસૂદન ઢાંકી તેને મિયાણીના નીલકંઠ મંદિર (સંવત ૧૨૬૦, ઇ.સ. ૧૨૦૪) પછીના સમયનું ગણાવે છે. પરંતુ અહીંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ૧૨૯૦ (ઇ.સ. ૧૨૩૪)નો છે.[૨] સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. મહમદ ગઝનીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-77) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે ૨૦૦૯માં તેનું સમારકામ કરાયું હતું.[૩]
સ્થાપત્ય
[ફેરફાર કરો]પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે.
આ મંદિર તેના સમયગાળાનું શ્રેષ્ઠ મંદિર ગણાય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે. મંડપના નાના સ્થંભોની રચના સરળ છે. મંદિરની છત નાશ પામી છે.[૪][૨][૫] તૂટેલી છત અને મંડપના અવશેષો નજીકમાં વિખરાયેલા પડેલા છે.[૧][૬][૭]
મંદિરની બાહ્ય દિવાલો અને ગર્ભગૃહનું દ્વાર દેવી-દેવતાઓ અને અપ્સરાઓની કોતરણીઓ ધરાવે છે. તે મૂર્તિઓ મોટાભાગે ૬૪ x ૯૫ x ૩૬ સે.મી.નું માપ ધરાવે છે. તેમાં અનેક મૈથુન મૂર્તિઓ છે, જેથી તેને ગુજરાતનાં ખજૂરાહોનું ઉપનામ મળ્યું છે.[૧][૮][૯]
છબીઓ
[ફેરફાર કરો]-
શિલ્પ
-
હાથીઓનાં શિલ્પો
-
શિલ્પ
-
ઉત્તર બાજુ
-
આગળની બાજુ
-
પાછળની બાજુ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૧૮૪. ISBN 978-0-9789517-0-2.
- ↑ ૨.૦ ૨.૧ Puratan. ૬-૭. Department of Archaeology and Museums, Madhya Pradesh. ૧૯૮૯. પૃષ્ઠ ૬૬–૭૧.
- ↑ Pandya, Hitarth (૭ જૂન ૨૦૦૯). "After years of neglect, Shiva temple in Dahod to get a facelift". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
- ↑ Dhaky, Madhusudan A. (૧૯૬૧). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. ૩: ૬૫.
- ↑ Gujarat (India) (૧૯૭૨). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ ૯૧, ૭૫૮.
- ↑ Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ ૧૭૩.
- ↑ "ઊગતા સૂર્યના પ્રદેશ દાહોદના તેજસ્વી તાલુકાઓની વિશેષતા". Sadhana Weekly. ૧૧ માર્ચ ૨૦૧૬. મૂળ માંથી 2017-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
- ↑ "દાહોદ પાસે આવેલ બાવકાનું શિવ પંચાયત મંદિર એટલે 'ગુજરાતનું ખજૂરાહોનું મંદિર'". દિવ્ય ભાસ્કર. ૮ જૂન ૨૦૧૫. મૂળ માંથી ૭ જૂન ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
- ↑ Sharma, Preeti (2015). "Gendering of Art through Religious Symbolism: Mapping Depictions of Feminine Sexuality in Hindu Temple Architecture". Studies in Humanities and Social Sciences. 18.1 & 2.[હંમેશ માટે મૃત કડી]