સમ્રાટ મિહિરભોજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સમ્રાટ મિહિર ભોજની મુર્તિ:ભારત ઉપવન, અક્ષરરધામ મંદિર, નવી દિલ્હી

સમ્રાટ મિહિરભોજને ગુર્જર પ્રતિહાર-વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે. સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. મેહરોલી નામની જગ્યાનું નામકરણ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૪નો કેટલોક ભાગ ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ નામ વડે ઓળખાય છે.