સોમવાર

વિકિપીડિયામાંથી

સોમવારઅઠવાડિયાનો બીજો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. સોમવાર પહેલાંનો દિવસ રવિવાર તેમ જ સોમવાર પછીનો દિવસ મંગળવાર હોય છે.

સંસ્કૃતમાં સોમવારને (इन्दुवासरम्) થી ઓળખવામાં આવે છે. દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારનાં નામનો અર્થ 'ચંદ્રનો વાર' તેવો થાય છે, અમુક ભાષાઓમાં તેનો અર્થ 'રવિવાર પછીનો' અને અમુકમાં 'પ્રથમ દિવસ' તેવો અર્થ પણ થાય છે. હિંદુ ધર્મના લોકોમાં સોમવારના દિવસે શિવજીના દર્શન અને પૂજા કરવાનો તેમ જ ઉપવાસ (એકટાણું) કરવાનો અનેરો મહિમા છે. એમાં પણ વિશેષ કરીને શ્રાવણ મહિનામાં સોમવારનું ધાર્મિક મહત્વ અત્યંત વધારે હોય છે.