ઇ.સ. ૨૦૧૭માં ગામના જુના રામજી મંદિરનો જીર્ણોધ્ધાર કરી અને નવા મંદિરમાં મુર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામા આવ્યો હતો. આ ગામને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે સ્વચ્છ ગામનો પુરસ્કાર મળ્યો હતો.[સંદર્ભ આપો]
આ ગામની સ્થાપના લગભગ ૭૨ વર્ષ પહેલા બાજુના ગામ શેડુભારમાંથી થઇ હતી. એ સમયમાં બહારવટીયાઓ તેમજ લુંટારુઓના ડરથી લોકો સાંજ પહેલા શેડુભારમાં રાતવાસો કરવા જતા રહેતા. આ ગામમાં લગભગ ઈ.સ. ૧૯૫૦માં ભુપત બહારવટીયો ગામમાં ઘોડીની ઊઠાંતરી કરવા આવ્યો હતો. પણ એ ઘોડી બહારવટીયાના હાથમાં ના આવી અને ગામના એક પટેલે ભુપતનો સામનો કર્યો જેમાં ગામના અરજણ દાદાનું ગોળી વાગતા મૃત્યુ થયું હતું. એ જગ્યા પર એક દેરી બનાવવામાં આવી છે.[સંદર્ભ આપો]