અલંગ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અલંગ
—  ગામ  —
અલંગનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૧°૨૩′૫૭″N ૭૨°૧૦′૨૪″E / ૨૧.૩૯૯૧૩૭°N ૭૨.૧૭૩૩૫૨°E / 21.399137; 72.173352
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

અલંગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો(ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.
જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.