કપડવંજ લોક સભા મતવિસ્તાર
કપડવંજ લોક સભા મતવિસ્તાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનો એક લોકસભાનો સંસદીય મતવિસ્તાર હતો, જેમાં ખેડા જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થતો હતો.
સંસદ સભ્યો[ફેરફાર કરો]
- ૧૯૫૨: મણીબેન વલ્લભભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ( ખેડા દક્ષિણ બેઠક )
- ૧૯૫૨: ફત્તેહસિંહજી ઠાકોર, એમજેપી ( ખેડા ઉત્તર બેઠક )
- ૧૯૫૭: ફત્તેહસિંહજી ઠાકોર, એમજેપી ( ખેડા બેઠક )
- ૧૯૬૨: પ્રવિણસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ( ખેડા બેઠક )
- ૧૯૬૭: પ્રવિણસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ( ખેડા બેઠક )
- ૧૯૭૧: ધરમસિંહ દાદુભાઈ દેસાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ( ખેડા બેઠક )
- ૧૯૭૭: ધરમસિંહ દાદુભાઈ દેસાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ( ખેડા બેઠક )
- ૧૯૭૭: શંકરસિંહ વાઘેલા, જનતા પાર્ટી
- ૧૯૮૦: નટવરસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઈન્દીરા)
- ૧૯૮૪: નટવરસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૯: ગાભાજી મંગાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૧: ગાભાજી મંગાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૬: જયસિંહજી ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૮: જયસિંહજી ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૯: શંકરસિંહ વાઘેલા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૦૪: શંકરસિંહ વાઘેલા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૧]
વર્ષ ૨૦૦૮માં થયેલ લોકસભાના મતવિસ્તારની પુનર્રચના પછી કપડવંજ બેઠક રદ કરવામાં આવી હોવાથી આ મતવિસ્તાર હાલમાં અસ્તિત્વમાં નથી અને તેના મોટા ભાગના વિસ્તારનો નવા પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
શંકરસિંહ વાઘેલા પંચમહાલ બેઠક પરથી ભાજપ સામે વર્ષ ૨૦૦૯ની ચૂંટણી હારી ગયા હતા.
આ પણ જુઓ[ફેરફાર કરો]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Sixth Lok Sabha -State wise Details -Gujarat". મેળવેલ 22 December 2017.