કામસૂત્ર

વિકિપીડિયામાંથી

કામસૂત્ર (સંસ્કૃત : कामसूत्र), (કામસૂત્રમ્ કે ફક્ત કામસૂત્ર પણ લખી શકાય) ભારતના પંડિત વાત્સ્યાયન દ્વારા માનવીય લૈંગિક અભિગમ પર સંસ્કૃત સાહિત્યમાં લખવામાં આવેલી પ્રાચિન ભારતીય પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકના એક ભાગમાં મૈથુન અંગે કેટલીક વ્યવહારૂ માહિતી આપવામાં આવી છે.[૧]કામ એટલે ઇંદ્રિયજન્ય અથવા લૈંગિક આનંદ અને સૂત્ર એ યોગની માર્ગદર્શિકા છે, સંસ્કૃતમાં સૂત્રનો અર્થ પણ તાંતણો થાય છે.

કામસૂત્રએ કામ શાસ્ત્ર તરીકે જાણીતા બનેલા પુસ્તકના સમૂહમાંથી સૌથી જૂનું અને વિશેષ છે (સંસ્કૃત:Kāma Śhāstra).[૨] પરંપરાગત રીતે, કામશાસ્ત્રનું પ્રથમ વહન અથવા "કામના સિદ્ધાંત"નું શ્રેય શિવના દ્વારપાળ નંદિને અપાય છે, કે જેણે ઈશ્વર અને તેમના પત્ની પાર્વતી વચ્ચેના પ્રણયના સંવાદો સાંભળ્યા અને બાદમાં માનવજાતિના કલ્યાણ માટે તેના ઉચ્ચારણો નોંધવામાં આવ્યા.[૩]

ઇતિહાસકાર જ્હોન કી જણાવે છે કે કામ સૂત્ર એક સંક્ષેપ છે, જેને બીજી સદીમાં હાલની સ્થિતી મુજબ એકત્ર કરવામાં આવ્યું હતું.[૪]

વિષયવસ્તુ[ફેરફાર કરો]

મલ્લનાગા વાત્સ્યાયનના કામસૂત્રમાં 1250 વૃત્તો છે, જેને 36 અધ્યાયોમાં વહેંચવામાં આવ્યા છે. તેની ગોઠવણી 7 વિભાગોમાં કરવામાં આવી છે.[૫]બર્ટન (Burton) અને ડોનિગર (Doniger)[૬] બંનેના ભાષાંતર અનુસાર પુસ્તકની વિષયવસ્તુ નીચે મુજબના ભાગોમાં 7 તૈયાર કરવામાં આવી છે:

1. પુસ્તકની શરૂઆતના પ્રારંભિક: પ્રકરણો, ત્રણ ધ્યેયો અને જીવનની પ્રાથમિકતાઓ, જ્ઞાન (knowledge) પ્રાપ્ત કરવું, સારી રીતે ઉછરેલા શહેરી વ્યક્તિનું વર્તન, પ્રેમી કે પ્રેમિકાની પ્રવૃત્તિઓમાં મદદ કરનાર માધ્યમ પર અસર (પાંચ પ્રકરણો).
2. મૈથુનના વિભાગમાં: ઇચ્છાની જાગૃતિ, આલિંગનના (embrace) પ્રકારો, પંપાળવું (caressing) અને ચુંબન (kiss), નખથી નિશાન કરવા, બચકા ભરવા (biting), મૈથુન (copulation) સમયે દાંતથી નિશાન કરવા (સ્થિતિ), હાથથી થપાટ મારવી અને આહ ભરવામાં (moaning) સહકાર, સ્ત્રીઓનું મર્દાના વલણ (virile), ચડિયાતું મૈથુન (coition) અને મુખ મૈથુન (oral sex), સંગીત અને પ્રેમની રમતના અંતનો સમાવેશ થાય છે. તેમાં 64 પ્રકારની મૈથુનની ક્રિયાઓ વર્ણવવામાં આવી છે (10 પ્રકરણો).મૈથુન ક્રિયાઓની (sex position)
કલાત્મક સચિત્ર રજૂઆત.કામસૂત્રમાં સમજૂતિ માટે અસલમાં તસવીરો આપવામાં ન આવી હોવા છતાં બીજા ભાગમાં વિવિધ મૈથુન ક્રિયાઓ વર્ણવવામાં આવી છે.
3. પત્નીની પ્રાપ્તિ: વિષે લગ્નના (marriage) પ્રકારોના પ્રકરણ, પ્રેયસીને હળવાશ આપવી, પ્રેયસીને સંપાદિત કરવી, એકાંતમાં સંચાલન, લગ્ન દ્વારા જોડાણ ( 5 પ્રકરણો)
4. પત્ની વિષે: ફક્ત પત્ની (wife) અને મુખ્ય પત્ની તથા અન્ય પત્નીઓની રીતભાત દર્શાવતા (2 પ્રકરણો)
5. અન્ય પત્નીઓ વિષે: સ્રી અને પુરુષનું વર્તન, કેવી રીતે માહિતગાર થવું, લાગણીઓનું પરિક્ષણ, મધ્યસ્થી થનારના કાર્યો, રાજાનો આનંદ, સ્ત્રીઓના રહેઠાણમાં વર્તન (6 પ્રકરણો).
6. વારાંગના વિશે: પ્રેમી પાત્રની પસંદગી અંગે સહાયકોની સલાહના પ્રકરણો, સ્થિર પ્રેમી માટેની શોધ, નાણા મેળવવાના માર્ગ, ભૂતપૂર્વ પ્રેમી સાથેની મિત્રતા પુનઃજીવિત કરવી, પ્રાસંગિક લાભ, ફાયદા અને નુકસાન (6 પ્રકરણો).
7. પોતાના: તરફ અન્ય લોકને આકર્ષવાના માર્ગ શારીરિક આકર્ષણ (physical attraction) વધારવા પર પ્રકરણો, ઘટી ગયેલી જાતિય ક્ષમતા જાગૃત કરવા (2 પ્રકરણ)

આનંદ અને આધ્યાત્મિકતા[ફેરફાર કરો]

"જીવનના ચાર મુખ્ય ધ્યેય",[૭][૮]નું પાલન કરતા કેટલાક ભારતીય દર્શનશાસ્ત્ર "પુરુષાર્થ" (purusharthas):[૯] તરીકે પણ ઓળખાય છે

  1. ધર્મ (Dharma): સદાચારી જીવન.
  2. અર્થ (Artha): ભૌતિક સમૃદ્ધિ
  3. કામ (Kama): કલાત્મક-શૃંગારિક અને જાતિય આનંદ.[૧૦][૧૧]
  4. મોક્ષ (Moksha): મુક્તિ.

ધર્મ, અર્થ અને કામ એ રોજિંદા જીવનના ઉદ્દેશ છે, જ્યારે કે મોક્ષ મૃત્યુ અને પુનઃજન્મના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. કામસૂત્ર (બર્ટન ભાષાંતર) કહે છેઃ

"અર્થ કરતાં ધર્મ વધારે સારો છે, અને કામ કરતાં અર્થ વધારે સારો છે. પરંતુ રાજાએ સૌ પ્રથમ અર્થનો અમલ કરવો જોઈએ અને પુરુષોએ માત્ર અર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો જોઈએ. ફરીથી, કામ એ જાહેર મહિલાઓનો વ્યાવસાય હોવાથી તેમણે અન્ય બે કરતાં તેને વધારે મહત્વ આપવું જોઈએ, અને સામાન્ય નિયમમાં આ એક અપવાદ છે."(કામસૂત્ર 1.2.14)[૧૨]

પ્રથમ ત્રણમાં, સદગુણ એ સૌથી ઊંચું ધ્યેય છે, સુરક્ષિત જીવન એ બીજું અને આનંદને સૌથી ઓછું મહત્વ અપાયું છે. જ્યારે ઉદ્દેશો એકબીજા સાથે ઘર્ષણમાં આવે, ત્યારે સૌથી ઉચ્ચ આદર્શનું પાલન કરવુંઆમ, નાણાં મેળવવા માટે સદગુણો સાથે સમાધાન કરવું નહિ, પરંતુ જીવનનિર્વાહ માટે કમાણીને આનંદ કરતાં વધુ પ્રાધાન્ય આપવું, જો કે આમાં અપવાદો છે.

વાત્સ્યાયન (Vātsyāyana) કહે છે, કઈ રીતે આવક મેળવવી તે વ્યક્તિએ બાળપણમાં શીખવું જોઈએ. યુવાનીનો સમય આનંદ માટે છે અને જેમ વર્ષો પસાર થતા જાય તેમ વ્યક્તિએ સદાચારી જીવનને મહત્વ આપવું જોઈએ અને પુનઃજન્મના ચક્રમાંથી મુક્તિ માટે આશા રાખવી જોઈએ.[૧૩]

કામસૂત્રને ક્યારેક તાંત્રિક મૈથુનના પુસ્તક તરીકે જોવામાં આવે છે, જે ખોટુ છે.વિશાળ હિન્દુ પરંપરામાં મૈથુનની પ્રક્રિયા પણ અસ્તિત્વ ધરાવતી હોવાથી તંત્ર (tantra), કામસૂત્ર તાંત્રિક લખાણ નથી, અને તાંત્રિક વિધિઓ સાથે સંકળાયેલી કેટલીક મૈથુનની રૂઢિઓને તે સ્પર્શતું નથી.

બુદ્ધ (Buddha) દ્વારા કામસૂત્ર અંગે અપાયેલો ઉપદેશ અઠ્ઠકવગ (Atthakavagga) (સૂત્ર ક્રમાંક 1)માં જોઈ શકાય છે.જો કે, આકામસૂત્ર અત્યંત અલગ પ્રકારનું છે, કારણ કે આનંદ અને ઈન્દ્રિયોના સુખની શોધ દરમિયાન માર્ગમાં આવતાં જોખમો અંગે તે સાવચેત કરે છે.

અનુવાદ[ફેરફાર કરો]

કામસૂત્રનો સૌથી વધારે જાણીતો અંગ્રેજી અનુવાદ 1883માં અંગત રીતે છપાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે નટખટ પ્રવાસી અને લેખક સર રિચર્ડ ફ્રાન્સિસ બર્ટન (Richard Francis Burton)ને શ્રેય આપવામાં આવે છે, પરંતુ પાયાના ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઈન્દ્રજી (Bhagvanlal Indraji)એ બર્ટનના મિત્ર અને આઈસીએસ અધિકારી ફોસ્ટર ફિટ્ઝગેરાલ્ડ (Foster Fitzgerald Arbuthnot)ના માર્ગદર્શન નીચે તથા શિવરામ પરશુરામ ભિંડે નામના વિદ્યાર્થીની મદદથી મુખ્ય કાર્ય કર્યું હતું [૧૪]. બર્ટને પ્રકાશક તરીકે ભૂમિકા ભજવી અને સાથે સાથે પાદનોંધો સાથે આવૃત્તિને મઠારી, જેના સૂરમાં મજાકથી માંડીને વિદ્વતા સુધીની વિવિધતા હતી. પ્રસ્તાવનામાં બર્ટન નીચે મુજબ જણાવે છેઃ

કેટલાક લોકો માટે એ જાણવું રસપ્રદ હોઈ શકે છે કે વાત્સાયન કઈ રીતે પહેલી વાર પ્રકાશમાં આવ્યા અને તેમનો અનુવાદ અંગ્રેજી ભાષામાં થયો. તે આવી રીતે બન્યું. પંડિતો સાથે અનુવાદ કરતી વખતે `અનુંગા રુંગા, અથવા પ્રેમના તબક્કા`નો સંદર્ભ એક વાત્સ્યાયને વારંવાર અપાતો હોવાનું જોવા મળ્યું હતું. ચતુર વાત્સ્ય આ મતનો હતો અથવા પેલા મતનો હતો. વિદ્વાન વાત્સ્યએ આ બધું કહ્યું છે. આ ચતુર પુરુષ કોણ હતો તેવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, અને પંડિતોએ જવાબ આપ્યો કે સંસ્કૃત સાહિત્યમાં પ્રેમ પરના ઉત્કૃષ્ટ પુસ્તકનો સર્જક વાત્સાયન છે અને તેમના સર્જન વગર દરેક સંસ્કૃત પુસ્તકાલય અધૂરું છે, અને તેમના સમગ્ર તબક્કા વિશે જાણવાનું અત્યંત મુશ્કેલ છે. મુંબઈમાંથી મળેલી હસ્તલિખિત પ્રતની નકલ ક્ષતિગ્રસ્ત હોવાથી પંડિતોએ હસ્તલિખિત પ્રતની નકલ માટે બનારસ, કોલકાતા અને જયપુરના પુસ્તકાલયોને પત્ર લખ્યા. નકલો મળ્યા બાદ, દરેકને એકબીજા સાથે સરખાવવામાં આવી અને `જયમંગલા` નામના ભાષ્યની મદદથી આખી નવી હસ્તપ્રત તૈયાર કરવામાં આવી અને તેના આધારે અંગ્રેજીમાં ભાષાંતર કરાયું. મુખ્ય પંડિતનું પ્રમાણપત્ર આ સાથે છેઃ

`કૃતિની ચાર અલગ-અલગ નકલોની સરખામણી પછી આ સાથેની હસ્તલિખિતની મારા દ્વારા ખરાઈ કરવામાં આવી છે. પ્રથમ પાંચ ભાગમાં સુધારા માટે મેં "જયમંગલા" નામના ભાષ્યની મદદ લીધી છે, પરંતુ બાકીના ભાગમાં સુધારામાં મને ઘણી મુશ્કેલી પડી છે, કારણ કે અપવાદરૂપ માત્ર એક જ નકલ સહ્ય સ્વરૂપમાં સાચી હતી અને મારી પાસેની અન્ય નકલો અત્યંત ખોટી હતી. આમ છતાં, મોટાભાગની નકલોમાં સામ્યતા ધરાવતા હોય તેવા ભાગને મેં સાચા ભાગ તરીકે ગણ્યા છે.'


પોતાના અનુવાદની પ્રસ્તાવનામાં યુનિવર્સિટી ઓફ શિકાગો (University of Chicago) ખાતે ઇતિહાસ અને ધર્મના પ્રાધ્યાપક વેન્ડી ડોનિજર (Wendy Doniger)એ નોંધ્યું છે કે બર્ટને "1883માં પ્રકાશિત થયેલી અંગ્રેજી આવૃત્તિના લખાણમાં ઉપરછલ્લી સામ્યતા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી."યુનિવર્સિટી ઓફ વિયેના સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડોલોજીના દર્શનશાસ્ત્રી અને સંસ્કૃતના નિષ્ણાત પ્રોફેસર ચોલ્ડવિગ વેર્બાએ ચોકસાઈથી માંડીને વિષય સંદર્ભે 1883ના અનુવાદને બીજો ક્રમ આપ્યો છે, તેમના મતે રિચર્ડ શ્મિડ્ટે 1897માં પ્રકાશિત કરેલું જર્મન-લેટિન પુસ્તકનો ક્રમ પહેલો આવે. [૧૫]

ગુણવત્તાયુક્ત લખાણ માટે વેન્ડી ડોનિજર (Wendy Doniger)અને ભારતના મનોવિશ્લેષક તથા હાવર્ડ યુનિવર્સિટી (Harvard University) ખાતેના વિશ્વના ધર્મના અભ્યાસ માટેના કેન્દ્રના વરિષ્ઠ અધ્યાપક સુધિર કકર (Sudhir Kakar) માન મેળવતા જાય છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા 2002માં તે પ્રકાશિત થઈ હતી. ડોનિજરે પોતાના સંસ્કૃતના જ્ઞાનનો અને કકરે લખાણના મનોવિશ્લેષક અર્થઘટનમાં ફાળો આપ્યો હતો.[૧૬]

અન્ય બે નોંધપાત્ર અનુવાદ ઈન્દ્ર સિંહા (Indra Sinha) અને એલેઈન ડેનીલો (Alain Daniélou)ના છે.સિંહાનું 1980માં પ્રકાશિત થયું હતું. 1990ના દસકાની શરૂઆતમાં મૈથુનની મુદ્રાઓ અંગેના પ્રકરણો ઈન્ટરનેટ પર સ્વતંત્ર લખાણ તરીકે વિતરિત થવા માંડ્યા અને આજે એવું મનાય છે કે તે બધું કામસૂત્રનો જ એક ભાગ છે.[૧૭]એલેઈન ડેનીલુ (Alain Daniélou)એ1994માં ધ કમ્પલિટ કામસૂત્ર[૧૮] દ્વારા અનુવાદમાં પોતાનો ફાળો આપ્યો. આ અનુવાદ મૂળતઃ ફ્રેન્ચમાં છે અને ત્યાર બાદ અંગ્રેજીમાં પણ છે, જેમાં મૂળ લખાણ વાત્સ્યાયન (Vatsayana)નું છે અને સાથે મધ્યયુગીન તથા આધુનિક ભાષ્ય પણ છે. એલેઈન ડેનીલોનો નવો અનુવાદ 1883ની આવૃત્તિથી અલગ છે અને તેમાં સંખ્યાબંધ પદ્ય ભાગ મૂળરૂપે સચવાયા છે અને બે મહત્વના ભાશ્ય પણ છેઃ મધ્યયુગ દરમિયાન યશોધરાએ લખેલ સંસ્કૃત ભાષ્ય તથા હિન્દી ભાષામાં દેવદત્ત શાસ્ત્રીએ લખેલ આધુનિક ભાષ્યનો સમાવેશ થાય છે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. કામસૂત્ર અંગેની કેટલીક સામાન્ય ગેરસમજો. કામસૂત્ર એ ફક્ત સેક્સ અંગેની માહિતી આપતી પુસ્તિકા નથી તેજ રીતે તે પવિત્ર કે ધર્મને લગતી પુસ્તિકા પણ નથી, જેવું સામાન્ય રીતે તેના વીષે મનાય છે. તે તાંત્રિક પુસ્તક તો જરા પણ નથી. પ્રાચિન હિન્દુ જીવનના ત્રણ ધ્યેયો ધર્મ, અર્થ અને કામની ચર્ચાની શરૂ કરી વાત્સ્યાયનનો હેતુ કામ નક્કી કરવાનો અથવા તે અર્થમાં ઇન્દ્રીયોના આનંદનો છે. આથી ધર્મ કે ચારિત્ર્યવાન જીવન એ સૌથી ઉચ્ચ ધ્યેય છે, ધનનો સંચય કરવો એ બીજા ક્રમે આવે છે અને કામ ત્રીજા ક્રમે આવે છે." - ઇન્દ્ર સિંન્હા.
  2. કામસૂત્ર મોટે ભાગે કામ શાસ્ત્ર સાહિત્ય તરીકે ઓળખાયછે. જૂઓ: પૂર (1996), p. 65.
  3. નન્દીનું ઉચ્ચારણ જૂઓ: p.3.ડેનીલો, એલેઇન. ધી કમ્પલિટ કામ સૂત્ર: ઉત્તમ ભારતીય પુસ્તકનું પ્રથમ ભારતીય ભાષાંતર. ઇનર ટ્રેડીશન્સ: 1993.ISBN 0-89281-525-6.
  4. સંકલિત કામ સૂત્ર અને બીજી સદી સીઇ માટે જૂઓ: કેકેગે, પીપી.81, 103.
  5. પુસ્તક, વેન્ડી ડોનિગરની અનુક્રમણિકા જૂઓ, બર્ટન (Wendy Doniger) દ્વારા ભાષાંતર[હંમેશ માટે મૃત કડી]
  6. તારીખ પરિક્ષણ: 29 માર્ચ 2007 બર્ટન અને ડોનિગર
  7. "જીવનના ચાર મુખ્ય ધ્યેય" (ધર્મ, અર્થ, kāma, અને મોક્ષ) અંગે ચર્ચા કરતાં ધર્મશાસ્ત્રો માટે જુઓઃ હોપકિન્સ, પી.78.
  8. "બ્રાહ્મણિક ગૃહસ્થ મૂલ્યો" મુજબ ધર્મ, અર્થ અને કામ માટે જુઓઃ પૂર (1996) પી. 17.
  9. પુરુષ-અર્થ શબ્દની વ્યાખ્યા માટે (puruṣa-artha) માનવજીવનના ચાર મુખ્ય ઉદ્દેશોમાંથી કોઈપણ એક, માટે દા.ત. धर्म, अर्थ, काम, અને मोक्ष" જુઓઃ આપ્ટે, પી. 626, મિડલ કોલમ, કમ્પાઉન્ડ#1.
  10. kāmaજીવનના ચાર મુખ્ય ધ્યેયkāmārtha માટે જુઓઃ પૂર (1996), પી.65.
  11. kāma"જાતિય અને કલાત્મક-શૃંગારિક આનંદ"ની વ્યાખ્યા માટે જુઓ: પૂર (1996), પી.17.
  12. રિચર્ડ બર્ટનના અનુવાદમાંથી લેવામાં આવેલું અવતરણ[૧]3 એપ્રિલ 2007ના રોજ મેળવવામાં આવેલું લખાણ.
  13. પુસ્તક 1, પ્રકરણ 2, લાઈન 2-4 વાત્સાયન કામસૂત્રમ ઈલેક્ટ્રોનિક સંસ્કૃત એડિશનઃ ટિટસ ટેક્સ્ટ્સ, યુનિવર્સિટિ ઓફ ફ્રેન્કફર્ટ bālye vidyāgrahaṇādīn artʰān, kāmaṃ ca yauvane, stʰāvire dʰarmaṃ mokṣaṃ ca
  14. મેકકોન્નેચી (2007), પીપી. 123-125
  15. મેકકોનેચી (2007), પી.233
  16. મેકોનેચી (2007), પી.232.
  17. સિંહા, પી. 33.
  18. http://www.alaindanielou.org/The-Complete-Kama-Sutra.htmlસંપૂર્ણ[હંમેશ માટે મૃત કડી] કામસૂત્ર, એલેઈન ડેનીલો (Alain Daniélou) દ્વારા

સંદર્ભો[ફેરફાર કરો]

  • Apte, Vaman Shivram (1965). The Practical Sanskrit Dictionary. Delhi: Motilal Banarsidass Publishers. ISBN 81-208-0567-4.(ચોથી સુધારેલી અને મોટી આવૃત્તિ).
  • Avari, Burjor (2007). India: The Ancient Past. London: Routledge. ISBN 978-0-415-35616-9.
  • ([[#CITEREF|]]).
  • સુધીર કકર અને ([[#CITEREF|]]).
  • Flood, Gavin (1996). An Introduction to Hinduism. Cambridge: Cambridge University Press. ISBN 0-521-43878-0.
  • Flood, Gavin (Editor) (2003). The Blackwell Companion to Hinduism. Malden, MA: Blackwell Publishing Ltd. ISBN 1-4051-3251-5.CS1 maint: extra text: authors list (link)
  • Hopkins, Thomas J. (1971). The Hindu Religious Tradition. Cambridge: Dickenson Publishing Company, Inc.
  • Keay, John (2000). India: A History. New York: Grove Press. ISBN 0-8021-3797-0. CS1 maint: discouraged parameter (link)
  • McConnachie, James (2007). The Book of Love: In Search of the Kamasutra. London: Atlantic Books. ISBN 978-1-84354-373-2. CS1 maint: discouraged parameter (link)
  • Sinha, Indra (1999). The Cybergypsies. New York: Viking. ISBN 0-60034-158-5. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય જોડાણ[ફેરફાર કરો]

ઢાંચો:Commons2

મૂળ અને અનુવાદો