ગઝલવિશ્વ

વિકિપીડિયામાંથી
ગઝલવિશ્વ
સંપાદક(કો)રાજેશ વ્યાસ 'મિસ્કિન'
પૂર્વ સંપાદકઅંકિત ત્રિવેદી (૨૦૦૬ - ૨૦૦૭)
વર્ગસાહિત્ય
આવૃત્તિત્રિમાસિક
બંધારણPrint
પ્રકાશકવલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
સ્થાપકગુજરાત સરકાર
સ્થાપના વર્ષ૨૦૦૬
દેશભારત
મુખ્ય કાર્યાલયગાંધીનગર
ભાષાગુજરાતી

ગઝલવિશ્વ એ ગુજરાતી ભાષાનું ત્રિમાસિક ગુજરાતી ગઝલ સામયિક છે, જે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૦૦૬થી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૧] સામયિકમાં ગઝલ, ગઝલ સમીક્ષાઓ, વિવેચનાત્મક કૃતિઓ અને ગઝલકારોની મુલાકાતો પ્રકાશિત કરવામાં આવતી હતી.[૨]:૩૦૯

ઇતિહાસ[ફેરફાર કરો]

૨૦૦૬માં, ગુજરાતી ગઝલને અભિવ્યક્તિના સાહિત્યિક સ્વરૂપ તરીકે પ્રોત્સાહન આપવા માટે વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી અને તેના નેજા હેઠળ એક સામયિક પણ શરૂ કરવામાં આવ્યું હતું. રાજેશ વ્યાસ તેના સ્થાપક સંપાદક હતા.[૩]

વિષયવસ્તુ[ફેરફાર કરો]

ગઝલવિશ્વ પ્રથાપિત તેમજ નવોદિત ગઝલકારોની ગઝલ પ્રકાશિત કરે છે. ગઝલનું છંદશાસ્ત્ર તથા ગઝલ વિમર્શ લેખો તેની નોંધપાત્ર વિશેષતા છે.[૧]:૩૦૯

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ધબક, ગુજરાતી ભાષાનું ત્રિમાસિક ગઝલ સામયિક
  • શબ્દસૃષ્ટિ, ગુજરાતી સાહિત્ય સામયિક
  • કવિલોક, ગુજરાતી ભાષાનું દ્વિમાસિક કવિતાનું સામયિક

બાહ્ય કડી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જાદવ, વિનાયક (2015). ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ : પ્રવાહો અને પ્રયોગો. અમદાવાદ: ડૉ. વિનાયક જાદવ. પૃષ્ઠ 424. ISBN 978-93-83814-46-6.
  2. મહેતા, હસિત (2012). આપણા સામયિકો. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 380.
  3. Siddiqui, Tanvir (1 March 2008). "Vali's grave stands razed even 6 years after Godhra". Gujarati Files. મૂળ માંથી 13 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 8 February 2016.