લખાણ પર જાઓ

પુરી જિલ્લો

વિકિપીડિયામાંથી

પુરી જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પુરી જિલ્લાનું મુખ્ય મથક પુરી શહેર ખાતે આવેલું છે. આ એજ જિલ્લો છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. પુરી શહેરમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરને કારણે તેને જગન્નાથપુરી તરીકે ઓળખવામાં આવે છે.