બાજરો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બાજરો
શંકર બાજરો (હાઇબ્રિડ)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Poales
Family: Poaceae
Subfamily: Panicoideae
Genus: Pennisetum
Species: P. glaucum
Binomial name
Pennisetum glaucum
(L.)R.Br.
Synonyms

Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum

Pennisetum glaucum

બાજરો કે બાજરી (અંગ્રેજી:Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે આફ્રીકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગઔતિહાસીક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રીકામાં ઉત્પન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉનાં પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે, માટે તે પહેલાં તેણે આફ્રીકામાં અનુકુલન સાધેલું હશે. તેના મુળ ઉષ્ણકટિબંધીય આફ્રીકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રીકાનાં 'સાહેલ' વિસ્તારમાં છે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રીકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. યુ.એસ.માં, ૧૮૫૦માં આ જાતનાં બાજરાની ખેતી શરૂ થયાનાં અને બ્રાઝિલને આ પાકનો પરીચય ૧૯૬૦માં થયાનાં દસ્તાવેજો મળે છે.

બાજરો સુકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકુળ છે. તે વધુ ક્ષારવાળી કે ઓછું પી.એચ. ધરાવતી માટી વાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન કરે છે. પોતાની પ્રતિકુળ સ્થીતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવાકે મકાઈ અને ઘઉં, ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે.

આજે આ બાજરો (Pennisetum glaucum) વિશ્વનાં લગભગ ૨,૬૦,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં ઉગે છે. તેનો ફાળો કુલ બાજરાનાં વૈશ્વિક ઉત્પાદનમાં ૫૦% જેટલો છે. [૧]

અન્ય સામાન્ય નામ[ફેરફાર કરો]

ઉપયોગ[ફેરફાર કરો]

જ્યાં બાજરો પારંપારીક રીતે ઉગાડવામાં આવે છે ત્યાં તેમાંથી રોટલા, પાંઉ, કાંજી, બાફીને ખાવા કે મદિરા બનાવવા માટે તે ઉપયોગી છે. પશ્ચિમ આફ્રીકાના સાહેલ ભાગમાં તેમાંથી 'કુસ્કસ' નામની વાનગી બનાવવામાં આવે છે. તેના ઠૂંઠાનો ઉપયોગ બાંધકામની સામગ્રી તરીકે, બળતણ તરીકે કે ચારા તરીકે થાય છે.

બાજરાની ચાર (બાજરાનું ચારા તરીકે ઉત્પાદન)

જ્યાં બાજરો અપરંપરાગત છે તે ક્ષેત્રો માં જેમ કે યુ એસ એ કેનેડા, બ્રાઝિલ , ઓસ્ટ્રેલિયા અને યુરોપ, એવા ક્ષેત્રો માં બાજરાને સાથી પાક (લીલું ખાતર બનાવવા) તરીકે અથવા ચારા કે કડબ તરીકે થાય છે.

બ્રાઝિલના 'સૅર્રાડો' ક્ષેત્રમાં સોયાબીન પકવતા ક્ષેત્રોમાં સોયાબીન સાથે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા બાજરો ઉગાડવો અત્યંત આવશ્યક છે. તે નિંદામણનો વિકાસ પણ અટકાવે છે. પહેલાના સમયમાં ભલે તે સાથી પાક તરીકે ઉગાડવામાં આવતો પણ હવે તે મોટે ભાગે ચારા તરીકે કે અન્ન માટે વપરાય છે. કેનેડામાં બાજરી બટાટાની ખેતીમાં ફેર પાક તરીકે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે થાય છે.યુ એસ એ માં તેનો ઉપયોગ હંગામી ઉનાળુ ચારા તરીકે થાય છે કેમકે તેમાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે તે પાચક છે અને તે 'પ્રુસ્સિક ઍસિડ' (prussic acid) રહીત છે. તેનો ઉપયોગ ઘોડા, બકરી, ડુક્કર વિગેરે જનાવરોને ખવડાવવા થાય છે. આજ કાલ મોટા ભાગના બાજરાનો ઉપયોગ પક્ષીઓને ખવડાવવા, ખાસ કરીને મરઘાં ઉછેર કેન્દ્ર , બટેર (લેલાં), ટર્કી, તેતર અને જંગલી કબૂતર જેવા લડાકુ પક્ષીઓને ખવડાવવા થાય છે. બાજરી ખવડાવવાથી મરઘીના ઈંડામાં 'ઓમેગા ૩' નામના ફેટી ઍસિડની વધુ માત્રા મળે છે. ઢોર,ડુક્કર અને અમુક કુતરાઓના ખાદ્ય પદાર્થ તરીકે પણ બાજરી વપરાય છે.

તેમાં રહેલી પ્રોટીનની વધુ માત્રા અને ઝડપથી આથાવાને કારણે તેનો ઉપયોગ ઇથેનોલનાં ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. મકાઈ અને ચારો વાપરતાં કારખાનામાં બાજરી પણ તેટલી જ સરળતાથી વાપરી શકાય છે.

યુ એસ એ માં બાજરી ભારતીય પદાર્થ વેચતી દુકાનોમાં મળે છે. અમેરિકામાં વસતા આફ્રિકનો અને ભારતીય ઉપખંડનાં લોકોમાં બાજરો પ્રખ્યાત અને પારંપારીક ખાદ્યાન્નનું સ્થાન ધરાવે છે. આ 'ગ્લુટેન'(ધાન્યોમાં રહેલું નત્રલ, ચિકાશ યુક્ત પદાર્થ) મુક્ત અનાજનો અમેરીકામાં ભિન્ન ખોરાક તરીકે પ્રસાર મર્યાદિત રહ્યો છે. પદાર્થના લેબલીંગમાં અસામાન્યતા મળે છે. ઘણા અન્ય ધાન્યો પણ બાજરાના નામે વેચી મરાય છે. આને લીધે બાજરીથી બનેલ ખાદ્ય પદાર્થમાં એકસ્તરતા નથી.

બાજરાનાં દાણા

ગુણવત્તા[ફેરફાર કરો]

બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણી એ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં 'લાયસિન' (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની (methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન (methionine) છે જે પ્રાકૃતીક પોલ્ટ્રી ઉત્પાદનમાં મહત્વનું છે. ગમે તેટલા કપરા વાતાવરણમાં ઉગવા છતાં તેના દાણા 'અફ્લાટોક્સિનસ' (aflatoxins) અને 'ફ્યુમોનિસીન્સ' (fumonisins) થી મુક્ત હોય છે. મકાઈને પ્રતિકૂળ વાતારણમાં ઉગાડતા તેમાં આ કેન્સરકારક માય્કોટોક્સીન્સ (carcinogenic mycotoxins) ઘણી તકલીફ આપે છે. પારંપારીક રીતે બાજરો ઉગાડતા ક્ષેત્રોમાં સરકાર જે મકાઈ ઉગાડવા ઉત્તેજન આપે છે ત્યાંના લોકોમાં આને લીધે તબિયત સંબંધે ભય છે.

રોગ[ફેરફાર કરો]

(બાજરાના રોગોની યાદી (અંગ્રેજીમાં))

દૂહો[ફેરફાર કરો]

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. બાજરો આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સલાહકાર સમુહ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]