મોતીબાગ મેદાન, વડોદરા
Appearance
મોતીબાગ પેલેસ ગ્રાઉન્ડ | |
સરનામું | ભારત |
---|---|
સ્થાન | વડોદરા, ગુજરાત, ભારત |
માલિક | બરોડા ક્રિકેટ એસોસીએશન |
સંચાલક | બરોડા ક્રિકેટ એસોસીએશન |
બેઠક ક્ષમતા | ૧૮૦૦૦ |
ભાડુઆતો | |
બરોડા ક્રિકેટ ટીમ |
મોતી બાગ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે જે વડોદરા, ગુજરાત ખાતે સ્થિત થયેલ છે.
આ મેદાન લક્ષ્મી વિલાસ મહેલ પરિસર - કે જે એક વિશાળ 700 acres (2.8 km2) જેટલા વિસ્તારમાં શહેરના કેન્દ્રમાં આવેલ છે. મહેલ અને સ્ટેડિયમ પર પહેલાં વડોદરા રાજ્યના ભૂતપૂર્વ શાસક અને ક્રિકેટમાં વડોદરાના મહાન ખેલાડી - ગાયકવાડની અંગત માલિકી હતી.
આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૧૮,૦૦૦ વ્યક્તિઓ જેટલી છે. આ મેદાનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે બંધ કરવામાં આવેલ છે, કારણ કે અદ્યતન સુવિધાઓ સાથે હાલમાં આઈપીસીએલ ક્રિકેટ મેદાન ઉપલબ્ધ છે.
એક દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
[ફેરફાર કરો]આ સ્ટેડિયમ ખાતે આયોજિત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ અત્યાર સુધી:
ટીમ (A) | ટીમ (B) | વિજેતા | અંતર | વર્ષ |
---|---|---|---|---|
ભારત | વેસ્ટ ઇન્ડિઝ | વેસ્ટ ઇન્ડિઝ | ૪ વિકેટ વડે | ૧૯૮૩ |
ભારત | શ્રીલંકા | ભારત | ૯૪ રન વડે | ૧૯૮૭ |
ભારત | ન્યૂઝિલેન્ડ | ભારત | ર વિકેટ વડે | ૧૯૮૮ |
રમત આંકડા
[ફેરફાર કરો]શ્રેણી | માહિતી |
---|---|
સૌથી વધુ ટીમ સ્કોર | ભારત (૨૮૧/૮ રન ૪૭.૧ ઓવરમાં ન્યૂઝિલેન્ડ સામે) |
સૌથી નીચો ટીમ સ્કોર | શ્રીલંકા (૧૪૧, ૫૦ ઓવરમાં ભારત સામે) |
શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન | મોહમ્મદ અઝહરુદ્દીન (૧૦૮* ન્યૂઝિલેન્ડ સામે) |
શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન | ટ્વીટ લાબરોય (૫/૫૭ ભારત સામે) |
સદી
[ફેરફાર કરો]- આ મેદાન પર સૌથી ઝડપી સદીનો વિશ્વ વિક્રમ (૧૦૮ અણનમ) ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે મોહમ્મદ અઝરુદ્દીન દ્વારા ૬૨ બોલમાં ૧૦૦ રન કરી સ્થાપવામાં આવ્યો હતો. આ પહેલાં મુલ્તાન ખાતે ઝહીર આબ્બાસ દ્વારા ૭૨ બોલમાં ૧૦૦ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ હતો, જે તૂટી ગયો હતો. માર્ચ ૭, ૨૦૦૭, સુધીનો આ સૌથી ઝડપી સદી માટેનો એક ભારતીય વિશ્વવિક્રમ રહ્યો હતો. એના પછીનો સૌથી ઝડપી સદીનો વિક્રમ વિરેન્દ્ર સહેવાગ (૬૯ બોલમાં ૧૦૦ રન) નો હતો, જે કોલંબો ખાતે નોંધાયો હતો. હાલ પણ સૌથી ઝડપી સદીઓના વિશ્વવિક્રમની યાદીમાં આ સદીનો ઉલ્લેખ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મોતીબાગ ક્રિકેટ મેદાન - ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
- ક્રિકઇન્ફો પર મેદાન વિશે માહિતી