વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ | |
---|---|
વિલિયમ હોજીસ દ્વારા મંદિરનું તૈલચિત્ર, ઇ.સ. ૧૭૮૨ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | દિયોઘર |
દેવી-દેવતા | શિવ |
સંચાલન સમિતિ | બાબા વૈદ્યનાથ મંદિર વ્યવસ્થાપન બૉર્ડ |
સ્થાન | |
રાજ્ય | ઝારખંડ |
અક્ષાંશ-રેખાંશ | 24°29′33″N 86°42′00″E / 24.49250°N 86.70000°E |
મંદિરો | ૨૨ |
વેબસાઈટ | |
http://www.babadham.org/ |
વૈધનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે.[૧] પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે. તેથી તે વૈધનાથ તરીકે ઓળખાય છે. લોકો તેને વૈજનાથ પણ કહે છે.
અન્ય મંદિરો
[ફેરફાર કરો]પરલ્યાં વૈધનાથં ચ એ ઉકિત પ્રમાણે દક્ષિણ પ્રદેશના હૈદ્રાબાદમાં પરલી નામનું ગામ છે. ત્યાં આ જયોતિર્લિંગ વસેલું છે. મુંબઈથી અલાહાબાદ જતી મધ્ય રેલવે પર મનમાડ નામનું સ્ટેશન આવે છે. ત્યાં ઊતરીને પૂર્ણા તરફ એક લાઈન જાય છે. તેમાં પરભની નામનું જંકશન છે. ત્યાંથી પરલી સુધી એક નાની લાઈન જાય છે. એ સ્ટેશનથી થોડે દૂર પરલી ગામ આવેલું છે. ત્યાં એક પર્વતના શિખર પર આ વૈધનાથ જ્યોતિર્લિંગ વસેલું છે. એ પર્વતની પાસે એક નદી છે અને શિવકુંડ આવેલો છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Baba Baidyanath Temple Complex". મૂળ માંથી 2015-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-18.