સુરજપુરા (તા. હિંમતનગર)

વિકિપીડિયામાંથી
સુરજપુરા
—  ગામ  —
સુરજપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E / 23.594959; 72.962227
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો હિંમતનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

સુરજપુરા (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સુરજપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સુરજપુરામાં એક વિશાળ ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત આ ગામમાં મહાકાલીમાતા, શક્તિમાતા તથા રામાપીરનું વિશાળ મંદિર દરબારગઢમાં આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે પટેલ તથા દરબારની વસ્તી રહે છે. આ ઉપરાંત ગામમાં સુથાર, કુંભાર, લુહાર, વાળંદ તથા રબારી કોમની વસ્તી પણ રહે છે. આ ગામ લગભગ 3૦૦ વર્ષ પહેલાં ગામ ચાદરની વાસણાના પટેલ તથા દેજરોટાથી આવેલા (પટેલો ની રક્ષક તરીકે) ઝાલા ધીરસિંહજી વાવડીના જમાઈ એ વાવડીથી આવીને સુરજપુરા ગામ સ્થાપેલું હોવાનું મનાય છે.

સુરજપુરાની ઉતર બાજુએ લાલપુર અને સુરજપુરાની વચ્ચે આવેલું છે. સુરજપુરાથી લાલપુરની વચ્ચે ઉત્તર બાજુએ વાવડીથી લાવેલ (બાબરો વીર) પૂર્વેજ બાવજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે આસો સુદ ૯ના દિવસે હવન થાય છે.