લખાણ પર જાઓ

સૂર્યમંદિર, મોઢેરા

વિકિપીડિયામાંથી

સૂર્યમંદિર, મોઢેરા
મોઢેરા સૂર્યમંદિર
નકશો
અન્ય નામોમોઢેરા સૂર્યમંદિર
સામાન્ય માહિતી
સ્થિતિખંડિત
સ્થાનમોઢેરા, મહેસાણા જિલ્લો, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°35′1.7″N 72°7′57.67″E / 23.583806°N 72.1326861°E / 23.583806; 72.1326861
તકનિકી માહિતી
બાંધકામ સામગ્રીરેતીયા પથ્થર
Designationsભારતીય પુરાતત્વ ખાતું, રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક (N-GJ-158)
સૂર્યમંદિર, મોઢેરા
મંદિરનો નકશો: (ઉપરથી નીચે મુજબ) ગૂઢમંડપ; સભામંડપ અને કુંડ
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાસૂર્ય
તહેવારઉત્તરાર્ધ મહોત્સવ
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીહિંદુ મંદિર સ્થાપત્ય (મારુ-ગુર્જર‌) ‍(સોલંકી‌)
નિર્માણકારભીમદેવ સોલંકી
પૂર્ણ તારીખ૧૦૨૬-૨૭
ગર્ભગૃહની દિશાપૂર્વ

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર સંકુલ છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બંધાવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૂઢમંડપ, તીર્થમંડપ/સભામંડપ અને કુંડ/જળાશય. મુખ્ય મંડપમાં જટિલ કારીગરીવાળા થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.[]

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવત ૧૦૮૩માં (ઇસ ૧૦૨૬-૧૦૨૭માં) કર્યું હતું.[lower-alpha ૧][][][] તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે.[lower-alpha ૨][][][][૧૦] આ સ્થાન પહેલાં 'સીતાની ચૌરી' અને 'રામકુંડ' તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું.[lower-alpha ૩][૧૧] હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી.[] આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતાએ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલું છે.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

મંદિરનું સ્થાપત્ય મારુ-ગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે: ગર્ભગૃહ (ગભારો) કે જે ગૂઢમંડપમાં છે, બાહ્ય ભાગ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે અને પવિત્ર કુંડ.[]

સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ઓટલા પર કરવામાં આવેલાં છે.[] તેમનાં શિખરો ઉપરની છતને બાદ કરતાં ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલા છે.[]

ગૂઢમંડપ

[ફેરફાર કરો]

ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે મંડપ અને ગર્ભગૃહ એમ બે ભાગમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ આકારના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્યસંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે અને દક્ષિણાયન (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.[]

સભામંડપ

[ફેરફાર કરો]

સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.[]

પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે.[] અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા નૃત્ય મહોત્સવ

[ફેરફાર કરો]
કથક નૃત્યાંગના નમ્રતા રાય, મોઢેરા નૃત્ય મહોત્સવ

ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.[] આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં.[]

નોંધ અને સંદર્ભ

[ફેરફાર કરો]
  1. આ સમય મંદિરની પાછળ રહેલા શિલાલેખ પર આધારિત છે. મંદિરનું તોરણ અને સ્તંભો દેલવાડાના વિમલવંશી આદિનાથ મંદિર સાથે સામ્યતા ધરાવે છે, જે ૧૦૩૧-૩૨માં બંધાયું હતું, એટલે બંનેનો સમય સરખો છે.
  2. કર્કવૃત્તનું સ્થાન ચોક્કસ નથી અને તે સમયાનુસાર ચલ છે. તે ૧૯૧૭માં ૨૩° ૨૭′ હતું, જે ૨૦૪૫માં ૨૩° ૨૬'થશે).[]
  3. ઇ.સ. ૧૮૮૭માં એલેકઝાન્ડર ફાર્બસે તેમના પુસ્તક 'રાસમાળા'માં આ સ્થળ સ્થાનિકો દ્વારા 'સીતાની ચૌરી' અને 'રામકુંડ' વડે ઓળખાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે રામ અને સીતા સાથે સંબંધિત છે.[૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Modhera Sun Temple". મૂળ માંથી 2016-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૬.
  2. "Modhera Sun Temple". મૂળ માંથી 2016-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ Hasmukh Dhirajlal Sankalia (૧૯૪૧). The Archaeology of Gujarat: Including Kathiawar. Natwarlal & Company. પૃષ્ઠ ૭૦, ૮૪–૯૧. મૂળ માંથી ૨૦૧૫ પર સંગ્રહિત.
  4. "Sun-Temple at Modhera (Gujarat)". મૂળ માંથી 2016-04-29 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૬.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Subodh Kapoor (૨૦૦૨). The Indian Encyclopaedia: Meya-National Congress. Cosmo Publications. પૃષ્ઠ ૪૮૭૧–૪૮૭૨. ISBN 978-81-7755-273-7.
  6. Montana State University: Milankovitch Cycles & Glaciation સંગ્રહિત ૨૦૧૧-૦૮-૦૬ ના રોજ વેબેક મશિન
  7. Arvind Bhatnagar; William Livingston (૭ એપ્રિલ ૨૦૦૫). Fundamentals of Solar Astronomy. World Scientific. પૃષ્ઠ ૨૮-૨૯. ISBN 978-981-4486-91-0.
  8. Brajesh Kumar (૨૦૦૩). Pilgrimage Centres of India. Diamond Pocket Books (P) Ltd. પૃષ્ઠ ૧૬૩. ISBN 978-81-7182-185-3.
  9. Rajiv Rastogi; Sanjiv Rastogi (૧ જાન્યુઆરી ૨૦૦૯). Surya Namaskar. Prabhat Prakashan. પૃષ્ઠ ૧૩–૧૪. ISBN 978-81-8430-027-7.
  10. S. B. Bhattacherje (૧ મે ૨૦૦૯). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. પૃષ્ઠ એ ૨૪. ISBN 978-81-207-4074-7.
  11. ૧૧.૦ ૧૧.૧ Wibke Lobo (૧૯૮૨). The Sun Temple at Modhera: A Monograph on Architecture and Iconography. C.H. Beck. પૃષ્ઠ ૨. ISBN 978-3-406-08732-5.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]