લખાણ પર જાઓ

હોમાય વ્યારાવાલા

વિકિપીડિયામાંથી
હોમાય વ્યારાવાલા
જન્મ૯ ડિસેમ્બર ૧૯૧૩ Edit this on Wikidata
નવસારી Edit this on Wikidata
મૃત્યુ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ Edit this on Wikidata
વડોદરા Edit this on Wikidata
વ્યવસાયછબીકલાકાર, છબીપત્રકાર Edit this on Wikidata
પુરસ્કારો
  • Chameli Devi Jain Award for Outstanding Women Mediaperson (૧૯૯૮) Edit this on Wikidata

હોમાય વ્યારાવાલા (હિંદી: होमी व्यारावाला), (અંગ્રેજી: Homai Vyarawalla) એ ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હતા.

ઇ.સ. ૧૯૧૩માં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા |નવસારી જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી શહેરમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ મુંબઈ ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં કેમેરા જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઇ.સ. ૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોમાયજી એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. એમનું ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વર્ષની વયે અવસાન થયું હતું.

ગૂગલ કંપની દ્વારા હોમાયજીના ૧૦૪થા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા. આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર કુલવુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Kalam, M (૨૦૧૭-૧૨-૦૯). "Homai Vyarawalla: Google Doodle celebrates India's first female photojournalist". TechObserver (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-12-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૧૨-૦૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]