આંબાજાટી (તા. શહેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા શહેરા તાલુકામાં આવેલું એક ગામ છે. આંબાજાટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં ભરવાડ સમાજનું શ્રી કાળીયા ઠાકરનું બાવીસગામનું મંદિર આવેલું છે. આ ગામ કુણ નદીના કિનારે વસેલું છે. કુણ નદી મહીસાગર નદીને મળે છે.