ગાંઠીલા (તા. વંથલી)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક અને લગભગ ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતું ગામ છે..[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં નદી કિનારે ઉમિયા માતાજીનું મંદિર આવેલ છે. જેને કારણે આ ગામ યાત્રાધામ તરીકે પ્રસિધ્ધ થયેલ છે.