બાબેન
બાબેન | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | બારડોલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, પપૈયાં,કેરી કેળાં, સૂરણ તેમજ શાકભાજી |
બાબેન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા બારડોલી તાલુકામાં આવેલું ગામ છે. બાબેન ગામમાં હળપતિ તેમ જ પાટીદારોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તળાવ તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
બારડોલીથી કામરેજ તરફ જતાં માત્ર બે કિલોમીટરના અંતરે, રાજ્ય ધોરી માર્ગ પર બારડોલી સુગર ફેક્ટરીની બાજુમાં આ ગામ આવેલું હોવાને કારણે આ ગામ વર્તમાન સમયમાં બારડોલી નગરનો એક ભાગ બની ગયું છે. બાબેન ગામના લોકોએ લોકફાળા દ્વારા ગામના તળાવની આસપાસ પાકા ચણતરના બાંધકામ સાથે બગીચો બનાવડાવ્યો છે. આ બગીચા અને તળાવ ખાતે રંગીન લાઇટો મુકવામાં આવેલી છે. આ ઉપરાંત ગામમાં પાકા રસ્તા તેમ જ ભવ્ય પ્રવેશદ્વાર પણ બનાવડાવ્યા છે.
આ ઉપરાંત આ ગામની બાજુમાં આવેલા ઉમરાખ ગામમાં શિક્ષણસંકુલ આવેલું છે, જ્યાં અલગ અલગ જાતના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |