બિલખા
બિલખા | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°26′29″N 70°35′58″E / 21.441385°N 70.599325°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
બિલખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાનું અને મોટું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી ૨૦ કિ.મી. દૂર આવેલું છે. જિલ્લા તેમ જ તાલુકાના મુખ્ય મથક સાથે આ ગામ રેલવે તથા રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. અહીં પ્રખ્યાત ચેલૈયાની જગ્યા અને આનંદ આશ્રમ આવેલા છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એક દંતકથા અનુસાર બિલખા એ બલિ રાજાનું રહેઠાણ - બલિસ્થાન હતું. તે વામનસ્થલી (હાલનું વંથલી)થી પૂર્વ દિશામાં ૧૮ માઈલ દૂર આવેલું છે.[૧]
બ્રિટિશ રાજ દરમ્યાન આ ગામ જેતપુરના વાળા વંશના કાઠીઓના તાબામાં હતું. ઈ.સ. ૧૮૮૦માં વાળા કાળા દેવદાન નામના તાલુકાદાર હતાં તેમના ગામો પર ચોથા દરજ્જા શાસક તરીકેનો ક્ષેત્રાધિકાર હતો. ભીમા સાટાના પુત્રો, વાળા આલા અને દેસા, એ બન્નેનો તેમના ગામો પર છઠ્ઠા દરજ્જા શાસક તરીકેનો ક્ષેત્રાધિકાર હતો. આ બંનેનો બિલખા પર અધિકાર હતો એટલે તેનો વહીવટ જેતપુર તાલુકા ન્યાયાલય હેઠળ થાણેદારને આધિન હતો.[૧]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]ચેલૈયાની જગ્યા
[ફેરફાર કરો]આ ગામમાં સાગળશા શેઠ અથવા ચેલૈયાની જગ્યા નામે એક સ્થળ છે.[૧]
- દંતકથા
સાગળશા એ એક પ્રમાણિક વાણિયો હતો. એક વખત શિવજીએ અઘોરી સાધુનો અવતાર લઈ તેના સદ્ગુણોની કસોટી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વાણિયા પાસે તેના એક માત્ર પુત્ર ચેલૈયાનું માથું ખાંડી તેને ગારામાં બોળીને ખાવા માટે આપવાની માંગણી કરી. સાગળશાએ સાધુની માંગણીનો સ્વીકાર કર્યો અને તેમનો પુત્ર પણ આ માટે તૈયાર થઈ ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. શેઠની આ સદગુણ જોઈને ચેલૈયાનું જીવન પાછું આપ્યું અને વરદાન માંગવા કહ્યું.[૧][૨]
ઘણાં લોકો એમ પણ કહે છે કે સાગળશા એ શિયાળ બેટમાં રહેતો હતો અને તે ત્યાંનો રાજા હતો.[૧]
આનંદ આશ્રમ
[ફેરફાર કરો]નથુરામ શર્મા નામના એક સંત દ્વારા અહીં આનંદ આશ્રમ નામે એક આશ્રમ સ્થાપવામાં આવ્યો છે.
અન્ય સ્થળો
[ફેરફાર કરો]- રામનાથ મહાદેવ મંદિર
- રાવતસાગર ડેમ
જનસંખ્યા
[ફેરફાર કરો]ઈ.સ. ૧૮૭૨ની વસ્તી ગણતરી દરમિયાન અહીંની જનસંખ્યા ૩૩૨૭ હતી, જ્યારે ઈ.સ. ૧૮૮૧-૮૨માં તે ૩૭૯૧ જેટલી હતી.[૧]
અર્થ વ્યવસ્થા
[ફેરફાર કરો]બિલખા મધ્યમ જાતિની કાષ્ઠ કૃતિઓ માટે પ્રસિદ્ધ છે.[૩]
સાહિત્યમાં
[ફેરફાર કરો]સાગળશાની દંતકથાને આધારે ઘણાં લોકગીતો બન્યા છે. ઈ. સ. ૧૯૭૮ની ગુજરાતી ફિલ્મ શેઠ સાગળશા આ કથાને આધારે બની હતી.[૨]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ 401–402.
- ↑ ૨.૦ ૨.૧ "શ્રી પ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો) | ટહુકો.કોમ". Tahuko. મૂળ માંથી ૨૦૧૭-૦૨-૨૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૨-૨૬.
- ↑ ગુજરાતનો હસ્તકળા નક્શો, દસ્તકારી હાટ સમિતિ