લખાણ પર જાઓ

ભાંડુ (તા. વિસનગર)

વિકિપીડિયામાંથી
ભાંડુ
—  ગામ  —
ભાંડુનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°42′N 72°33′E / 23.7°N 72.55°E / 23.7; 72.55
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો વિસનગર
વસ્તી ૮,૨૨૮[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

ભાંડુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિસનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ભાંડુ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે.

આ ગામ બારોટ જ્ઞાતિએ વસાવેલું માટે પહેલા તેનું નામ ભાટાવાડુ હતું જે અપભ્રંશ થઈને ભાંડુ થયું.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં યોગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

ભાંડુ ગામમાં મહેસાણા હાઇવે નજીક લાલજીભાઈ ચતુરભાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એલ.સી.આઇ.ટી-LCIT) આવેલી છે જ્યાં ઇજનેરી વિદ્યાશાખાના અભ્યાસક્રમો ચાલે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bhandu Village Population - Visnagar - Mahesana, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.
  2. "LCIT, Visnagar | Laljibhai Chaturbhai Institute of Technology (LCIT), Visnagar | Introduction , Contact , Email , Phone , Vision , Mission | Admission 2017 | GTUInfo". www.gtuinfo.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.