લખાણ પર જાઓ

લોદરા

વિકિપીડિયામાંથી
લોદરા
—  ગામ  —
લોદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
તાલુકો માણસા
વસ્તી ૭,૭૨૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,
શાકભાજી

લોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. લોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, વરિયાળી, જીરૂ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પી.ટી.સી. અને બી.એડ. કોલેજ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં અગિયાર જેટલાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું બાલા હનુમાન મંદિર પ્રસિદ્ધ છે. નજીકમાં આર્યુવેદિક દવાખાનું અને કોલેજ આવેલાં છે.[] આ ઉપરાંત અહીંનું દુધેશ્વર તળાવ સરદાર સરોવરની યોજનાને કારણે નર્મદા નદીના પાણીથી ભરેલું રહે છે અને જોવાલાયક સ્થળ છે. ગામમાં અભિનંદનસ્વામી જૈન મંદિર આવેલું છે.

આ ગામના ખમણ જાણીતા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Lodra Village Population, Caste - Mansa Gandhinagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-20.
  2. "માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી બાલા હનુમાન મંદિરના આજે શનિવારના રોજ દિવ્ય દર્શન | online gujarat news" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-30.
  3. "ખમણે લોદરા ગામને નવી ઓળખ આપી:'પભલીના ખમણ'થી સફરની શરૂઆત કરનાર 'હસમુખના ખમણ'ની રેસીપી હજુ ફેમીલીમાં જ અકબંધ". દિવ્ય ભાસ્કર. 2022-04-01.