વાગડોદ (તા. સરસ્વતી)
Appearance
(વાગડોદ થી અહીં વાળેલું)
વાગડોદ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°59′18″N 72°09′02″E / 23.988339°N 72.150499°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સરસ્વતી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
વાગડોદ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નવરચિત સરસ્વતી તાલુકાનું ગામ છે.
વર્ષ ૨૦૧૨માં કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.[૧] ત્યારપછી વાગડોદ તાલુકો રદ કરી દેવામાં આવ્યો અને જે ગામો પહેલા આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા તે ગામો સરસ્વતી તાલુકામાં ભેળવી દેવામાં આવ્યા હતા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ભાસ્કર ન્યૂઝ. પાટણ (૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨). "સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે". સમાચાર. દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૫.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |