કેલ્વિન
Appearance
કેલ્વિન (સંજ્ઞા: K) એ તાપમાનનો SI એકમ છે. આ એકમ પ્રથમ લોર્ડ કેલ્વિન ભૌતિકશાસ્ત્રી વિલિયમ થોમસનના (૧૮૨૪–૧૯૦૭) માનમાં કેલ્વિન કહેવાય છે.
વ્યાખ્યા
[ફેરફાર કરો]કેલ્વિન માપ વાયુના દબાણ અને તાપમાન વચ્ચેના ચોક્કસ સંબંધ પરથી વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા મુજબ "વાયુનું દબાણ એ કેલ્વિન તાપમાન સાથે સીધા સંબંધમાં હોય છે". એટલે કે કેલ્વિન એ નિરપેક્ષ તાપમાન માપ છે અને વૈજ્ઞાનિકો તેને બીજા માપ કરતા વધુ ઉપયોગમાં લે છે.
કેલ્વિન તાપમાન એ પાણીના ઠાર બિંદુ કરતાં ૧/૨૭૩.૧૬ ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ તાપમાને પાણી ઘન, પાણી અને વરાળ સ્વરૂપમાં એક સાથે અસ્તિત્વમાં ધરાવે છે.
- સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવવા માટે તેમાં ૨૭૩.૧૫ ઉમેરો. દાખલા તરીકે ૦ ડિગ્રી સેલ્સિયસ, ૨૭૩.૧૫ કેલ્વિન્સ (૨૭૩.૧૫ K) થાય છે.
- કેલ્વિન્સને ડિગ્રી સેલ્સિયમાં ફેરવવા માટે એમાંથી ૨૭૩.૧૫ બાદ કરો. દાખલા તરીકે ૩૧૦ કેલ્વિન્સ એ ૩૬.૮૫ ડિગ્રી સેલ્સિયસ થાય છે.
કેલ્વિન એ ફક્ત કેલ્વિન તરીકે જ લખાય છે, નહિ કે ડિગ્રી કેલ્વિન. અંગ્રેજીમાં એ બહુવચનમાં કેલ્વિન્સ તરીકે લખાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |