લખાણ પર જાઓ

નાળિયેરની ચટણી

વિકિપીડિયામાંથી
(કોપરાની ચટણી થી અહીં વાળેલું)

નાળિયેરની ચટણી અથવા કોપરાંની ચટણી એ એક મૃદુ અને સ્વાદિષ્ટ ચટણી છે. તે મોળા ફરસાણ સાથે સારી લાગે છે. દક્ષિણ ભારતના નાસ્તામાં તેનું વિશેષ સ્થાન છે. મોટાં ભાગના દક્ષિણ ભારતીય ફરસાણ (સ્થાનીય ભાષામાં ટીફ્ફન) સાથે તેને સંભાર સાથે પીરસાય છે.

નાળિયેરની ચટણી
  • મિક્સીમાં દાળીયા વાટી લો.
  • નાળિયેર,લીલાં મરચા, મોળું દહીં, દાળીયાનો ભૂકો, કોથમીર જોઈતા પ્રમાણમાં લઈને પીસી લો.
  • એક વધારિયામાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ઉમેરો રાતી થવા આવે એટલે તેમાં જાડી રાઈ, હિંગ, લીમડાઅને આખા લાલ મરચા કે બોરીયા મરચાનો વઘાર કરો.
  • આ વધારને પીસેલી ચટણી પર રેડો અને હલાવો.

આ ચટણી કોઈ પણ તળેલા ફરસાણ સાથે આપી શકાય છે.