લખાણ પર જાઓ

ઘઉંના લોટનો શીરો

વિકિપીડિયામાંથી
(ઘઉંના લોટનો શિરો થી અહીં વાળેલું)
સોજીનો શીરો

ઘઉંના લોટનો શીરો ગુજરાતી ઘરોમાં બનતી એક સામાન્ય વાનગી છે. આ વાનગી ધીમાં બનતી હોવાથી પચવામાં થોડી ભારે છે. પણ તે નરમ હોવાથી વૃદ્ધો પણ તેને આરોગી શકે છે. તે ખૂબ શક્તિ વર્ધક છે.

  • જાડી કડાઈમાં ઘી લઈ ગરમ કરો.
  • તેમાં ઘઉંનો લોટ ઉમેરી શેકી લો. (લોટ અને ઘીનું પ્રમાણ ૨:૧)
  • આ સાથે બાજુએ ગરમ પાણી તૈયાર રાખો.
  • લોટ કથ્થઈ કે બદામી રંગનો થાય કે તેમાં ગરમ પાણી ઉમેરો.
  • તેમાં સાકર(ખાંડ) ઉમેરો.
  • ધીમે તાપે આ મિશ્રણને હલાવતા રહો.
  • ઘી છુટું પડે એટલો શીરો તૈયાર.
  • ગમેતો આમાં બદામની કતરી, કાજુ, એલચીનો ભૂકો નાખી શકાય.
  • સાકરને બદલે ગોળ પણ વાપરી શકાય.