મિલાપ (સામયિક)

વિકિપીડિયામાંથી
(મિલાપ(માસિક) થી અહીં વાળેલું)

મિલાપ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું એક ઉત્ક્રુષ્ઠ માસિક હતું જેની સ્થાપના મહેન્દ્રભાઈ મેઘાણીએ (ઝવેરચંદ મેઘાણીના પુત્ર) ૧૯૫૦ના જાન્યુઆરી માસમાં કરી હતી.

આ માસિક લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ ૧૯૭૮ની સાલ સુધી પ્રગટ થતું હતું અને ત્યારબાદ તેનુ પ્રકાશન બંધ થઈ ગયુ હતુ.[૧] મિલાપનુ બંધારણ અને શૈલી તે સમયના જાણીતા અંગ્રેજી માસિક રીડર્સ ડાઇજેસ્ટ પ્રકારની હતી. આ માસિક મુખ્યત્વે ગાંધીવિચારો, સાહિત્ય, સામાન્ય લોકોમાં જ્ઞાન અને જાગ્રુતી વધે તે પ્રકારના લેખો પિરસવામાં આવતા હતાં આ ઉપરાંત ગુજરાતી શિખનાર લોકોને સમજાય તેવી સરળ જોડણીમાં છપાતું હતું. માસિકના પ્રકાશન બંધ થયા બાદ મહેન્દ્રભાઈ મેઘાણીએ તેના વિવિધ અંકોમાથી ચૂંટીને ૪ જેટલા ભાગોમાં "અડધી સદીની વાંચનયાત્રા" પ્રગટ કર્યું હતું, જેમાં તે સમય દરમ્યાન પ્રકાશીત વિવિધ લેખોનું સંકલન હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મિલાપ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-26.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • અડધી સદીની વાંચનયાત્રા પુસ્તક એકત્રફાઉન્ડેશન પર. ભાગ: , , અને .