લખાણ પર જાઓ

વંદે માતરમ્‌ (સાપ્તાહિક)

વિકિપીડિયામાંથી
(વંદેમાતરમ્‌ (સાપ્તાહિક) થી અહીં વાળેલું)
વંદેમાતરમ્‌
૨૯ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ વંદે માતરમ્ની સાપ્તાહિક આવૃત્તિનું પ્રથમ પાનું
પ્રકારસાપ્તાહિક
સ્થાપકબિપિનચંદ્ર પાલ
સંપાદકઅરવિંદ ઘોષ
સ્થાપના૧૯૦૫
ભાષાઅંગ્રેજી
વડુમથકકોલકાતા, ભારત


વંદે માતરમ્અંગ્રેજી ભાષાનું સાપ્તાહિક અખબાર હતું, જે કલકત્તાથી પ્રકાશિત થતું હતું. તેની સ્થાપના ૧૯૦૫માં બિપિનચંદ્ર પાલ દ્વારા કરવામાં આવી હતી અને તેનું સંપાદન શ્રી અરવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેનો ઉદ્દેશ ભારતીયોને સંપૂર્ણ સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવા માટે તૈયાર કરવાનો હતો. તે ભારતીય રાષ્ટ્રવાદનું દૈનિક અંગ હતું. તેના પર 'કટ્ટરપંથી ભારતીય રાષ્ટ્રવાદ' અને 'રાષ્ટ્રવાદી ઉગ્રવાદ' ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ધ સ્ટેટ્સમેનના અગાઉના સંપાદક એસ. કે. રેટક્લિફે ૨૮ ડિસેમ્બર, ૧૯૫૦ના માન્ચેસ્ટર ગાર્ડિયનને લખેલા એક પત્રમાં જણાવ્યા પ્રમાણે, "તેમાં એક પૂર્ણ કદની શીટ હતી, જે સ્પષ્ટ પણે લીલા કાગળ પર છાપવામાં આવી હતી, અને તે અંગ્રેજીમાં લખાયેલા અગ્રણી અને વિશિષ્ટ લેખોથી છલોછલ હતી, જે ભારતીય અખબારોમાં અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી. તે સમયે જેને આપણે રાષ્ટ્રવાદી ઉગ્રવાદ કહેતા હતા તેનો તે સૌથી અસરકારક અવાજ હતો."[]

બંગાળમાં વંદે માતરમ્ જેવાં સામયિકોની વધતી જતી અસરના બે દાયકા અને સંયુક્ત પ્રાંત (યુનાઇટેડ પ્રોવિન્સ)માં બહાર પડતાં આવાં સામયિકોને કારણે પ્રેસ અધિનિયમ ૧૯૧૦ હેઠળ કડક સરકારી સેન્સરશિપ ઊભી કરવામાં આવી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "'Bande Mataram' English Newspaper - Sri Aurobindo (1906-1910)". Sri Aurobindo Institute of Culture (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 22 May 2015 પર સંગ્રહિત. મેળવેલ 2020-09-30.

પૂરક વાંચન

[ફેરફાર કરો]
  • The Making of India: A Historical Survey, by Ranbir Vohra.2000. M.E. Sharpe.ISBN 0765607115.p 111
  • A History of Indian Literature in English, by Arvind Krishna Mehrotra.2003. C. Hurst & Co. Publishers. ISBN 1-85065-680-0.p 118
  • The Essential Aurobindo, by Robert A. McDermott. 1988. SteinerBooks. ISBN 0-940262-22-3. p43
  • The Hour of God: Selections From His Writings, by Manoj Das.1995 Sahitya Akademi.ISBN 8172018886.p v

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]