સામાજિક સંબંધ
Appearance
(સામાજિક સંબંધો થી અહીં વાળેલું)
સામાજિક સબંધ એટલે બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સામાજિક આંતરક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલાં વ્યવહાર તેમજ પ્રતિવ્યવહાર.[૧] વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જેને લીધે તે અન્ય સાથે સંપર્ક ધરાવતો થાય છે. આ સંપર્ક દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ-જૂથ વચ્ચે તેમજ જૂથ અને વ્યક્તિ વચ્ચે સામાજિક સંબંધ બંધાય છે.[૨] સામાજિક સંબંધ માટે અર્થપૂર્ણ સંપર્ક અને સભાનતા અનિવાર્ય હોય છે. સામાજિક સંબંધ થોડા સમય માટે અથવા લાંબા સમય માટે અસ્તિત્ત્વ ધરાવતા હોય છે.[૧]
સામાજિક સંબંધોના તેના લક્ષણો અનુસાર વિવિધ પ્રકારો પડે છે. જેમ કે; નિકટવર્તી અને દૂરવર્તી સંબંધો, પ્રાથમિક અને ગૌણ સંબંધો તથા ઔપચારિક અને અનૌપચારિક સંબંધો. ફ્રેંચ માનવશાસ્ત્રી મીલાસુએ ઉત્પાદનના સંબંધો અને પ્રજોત્પાદનના સંબંધો — એવા પ્રકારો પાડ્યા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૯૧–૧૯૨. ISBN 978-93-85344-46-6.
- ↑ વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૯. ISBN 978-93-81265-50-5.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |