લખાણ પર જાઓ

સભ્ય:Gksuryaswami

વિકિપીડિયામાંથી

=શ્રી સ્વામિનારાયણ ભગવાન =

[ફેરફાર કરો]

પૃથ્વી પર સમયે સમયે મહાપુરુષો, અવતારી પુરુષો અને સાક્ષાત પરમાત્મા અવતાર ધારણ કરે છે. અવતાર ધારણ કરી, સમાજને, રાષ્ટ્રને અને વિશ્વના સર્વે લોકોને શાશ્વત કલ્યાણનો સાચો બતાવી સ્વતંત્ર રીતે પોતાના ધામે પધારે છે.

સૃષ્ટીના સર્જનથી આરંભીને આજ પરયંત મહાપુરુષોના અવતરણની કે ભગવાનના અવતરણની ગણતરી કરીએ તો શ્રીમદ્ ભાગવદ પુરાણના સિદ્ધાંત મૂજબ કોઈ ગણતરી કરી શકે નહીં. કેવળ બે અઢી હજાર વર્ષના સમયના મહાપુરુષોની સંખ્યા જોઈએ, તો પણ થાકી જવાય.ભગવદ્ અવતારોની સંખ્યા અનંત થાય છે.પરિવ્રાજક શ્રીમદ્ જગતગુરુ શંકારચાર્યજી મહારાજ સાક્ષાત ભગવાન સદાશિવનો મનુષ્ય અવતાર છે. શ્રીમદ્ ભગવદ્ પાદ શ્રી રામાનુજાચાર્ય સાક્ષાત શેષ ભગવાનનો અવતાર છે. સહજાનંદ સ્વામી સાક્ષાત બદ્રિપતિ નરનારાયણનો અવતાર છે. એટલે જ તો તેમણે સૌને "સ્વામિનારાયણ" મહામંત્ર જાપ કરવાની આજ્ઞા આપી.

જે વ્યક્તિ મહાપુરુષોના શબ્દોમાં વિશ્વાસ રાખીને સિદ્ધ મહામંત્રનું ચિંતવન કરતો, રાષ્ટ્ર હિતમાં અને માનવ સમાજના હિતમાં કાર્ય કરે છે, તેને અવશ્ય સપળતા મળે છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધારીને અનેક દુઃખી, નિરાશી, તિરસ્કૃત જેવા અનેક પરિવારને આત્મીયતા આપીને તેમને સર્વેને નવી ચેતના આપી છે. એમણે આપેલ સમાજ હિતના સિદ્ધાંતો અને રાષ્ટ્રહિતના સિદ્ધાંતો માનવ સમાજનું સતત કલ્યાણ કરતા રહે તેને માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયમાં પોતાના હાથે આચાર્ય પરંપરાનું સ્થાપન કર્યું છે.