લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

સભ્ય:Mehboob Desai

વિકિપીડિયામાંથી

નામ :

પ્રોફે. મહેબૂબ દેસાઈ

પિતાનું નામ  :

ઉસ્માનભાઈ હુસેનભાઈ દેસાઈ

માતાનું નામ  :

હુરબાઈ બહેન

જન્મ તારીખ :

૫ જાન્યુઆરી ૧૯૫૩ સ્થળ : અમદાવાદ

અભ્યાસ :

એમ. એ.(૧૯૭૬) પીએચ. ડી. (૧૯૯૨) ઇતિહાસ

તત્કાલીન કાર્યભાર :

1.પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. 2.ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ,ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. 3.સભ્ય, વિદ્યાસભા,ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. 4.ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા. 5.યુ,જી.સી. ન્યુ દિલ્હીની ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની પસંદગી અને રીવ્યુ સમિતિના ચેરમેન. 6.વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી. 7.સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર. 8.સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ 9.સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ. 10.સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા. 11.સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ 12.સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.

Awards: સન્માન

1.ગુજરાત રાજ્યના ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે થઈ હતી. તે પ્રસંગે મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન. 2.ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક “ભારતની આઝાદીની લડતના સંદર્ભમાં ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો (૧૯૨૦-૧૯૪૭)” ગ્રન્થ માટે પ્રાપ્ત થયેલ છે. 3.ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા ૧૬-૪-૨૦૦૬ ના રોજ ગાંધીનગર મુકામે સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું. 4.દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનો સન્માન કાર્યક્રમ ૨૫-૧૨-૨૦૧૦ના રોજ યોજાયો હતો. જેમાં ભાગવત આચાર્ય મા. રમેશભાઈ ઓઝાના હસ્તે સન્માન. 5.ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે ડૉ. કુમારપાળ દેસાઈના હસ્તે ૨૧-૧૦-૨૦૦૬ના રોજ સન્માન કરવમાં આવ્યું. 6.ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા માર્ચ ૮ ૧૯૯૬ના રોજ અમદાવાદ મુકામે સમાજને આપેલ શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન. 7.૨૦૦૨મા રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડ ઐતિહાસિક સંશોધન કાર્ય માટે એનાયત થયો. 8.મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન. 9.૧૯૯૬મા અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા સર્વોદય સરસ્સ્વતી મંદિર બાબાપુર મુકામ અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન. 10.ખેડા મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન – ૧૯૯૮ 11.કલોલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ, કલોલ મુકામે શૈક્ષણિક પ્રદાન અંગે સન્માન -૨૦૦૦ 12.અખિલ ભારતીય મેમણ સમાજ દ્વારા મુંબઈ મુકામે સન્માન -૨૦૦૫.


સેમિનાર-કોન્ફરેન્સ : 1. આંતર રાષ્ટ્રીય : ૮ 2. રાષ્ટ્રીય : ૮૦ 3. રાજ્ય : ૧૧૦ આ સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે. અને અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.

પ્રકાશિત ગ્રંથો :

અ. ઇતિહાસ

1.મહેક, લેખક ,૧૯૮૬ 2.બેતાલીસમાં સૌરાષ્ટ્ર પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ. ૧૯૮૯ 3.સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. ૧૯૯૧ 4.આવિષ્કાર " ૧૯૯૦ 5.ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ ૧૯૯૧ અને પ્રજાકીય લડતો 6.હિન્દોસ્તાન હમારા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. 7.ગુજરાતના સ્વાતંત્ર યુગનું નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ. ૧૯૯૫ આલેખન કરતા આધારભૂત ગ્રંથો 8.આઝાદીના આશક મેઘાણી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ ૧૯૯૬ 9.ગુજરાતના નવતર સત્યાગ્રહો ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. ૧૯૯૯ 10.આઝાદીના પગરવ 11.ગુજરાતની સ્વાતંત્ર સાધના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ ૧૯૯૯/૨૦૦૧ 12.સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના " 13.સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ. ૨૦૦૧ 14.વિ-ચાર્ય (સંશોધન લેખો) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. ૨૦૦૫ 15.ભારતના ઈતિહાસની તવારીખ પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ. ૨૦૦૬ 16.સૂફી જાન તો તેને રે કહીએ " ૨૦૦૭ 17.મુસ્લિમ મહાત્માઓ પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ. ૨૦૧૦ 18.ઇતિહાસ,વિચાર અને સંવેદના પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ. ૨૦૧૧, 19. ઈતિહાસ વિરાસત, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૧૮

ચરિત્રો

19.ગાંધીજી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. ૧૯૯૨ 20.રવિશંકર મહારાજ " ૧૯૯૨ 21.આપણા જવાહર " ૧૯૯૩ 22.અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ " ૧૯૯૩ 23.ક્રાંતિકારી ભગતસિંહ કૃતિ ટ્રસ્ટ, વિરમગામ ૨૦૦૬ 24.Islam and Non Violence Gyan Publication, New Delhi 2009 25.મઝહબ હંમે સિખાતા, આપસમેં પ્યાર કરના, યજ્ઞ પ્રકાશન, વડોદરા. ૨૦૧૨

બ. શિક્ષણ :

26.પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ. ૧૯૮૮ 27.પ્રૌઢ શિક્ષણ પરિચય ટ્રસ્ટ, મુંબઈ ૧૯૯૦ 28.પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ. ૧૯૯૧ 29.પ્રૌઢ શિક્ષણ યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ. ૧૯૯૪

ક. સામાજિક ગ્રંથો અને સંશોધન :

30. મુસ્લિમ માનસ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીસ, દક્ષિણ ગુજ.યુનિ. સુરત ૨૦૦૩ 31. મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૦૩ 32. Social Engagements of Intellectuals in Civil Society AWAG, Ahemedabad 2006

ડ. સાહિત્યક ગ્રંથો :

33. નોખી માટીના નોખા માનવી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૧૯૯૫ 34. સ્નેહની સરવાણી પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. ૨૦૦૪ 35. સ્મૃતિવંદના પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. ૨૦૦૮ 36. અલખને ઓટલે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૦૭

ખ. પ્રવાસ સાહિત્ય :

37. દો કદમ હમભી ચલે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૧૯૯૭ 38. સફર-એ-સાઉદી અરેબિયા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૦૧ 39. ગુજરાતમાં પ્રવાસન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૦૪ 40. યાત્રા પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. ૨૦૧૧ 41. પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૨૦૧૨

પ્ . અભિનંદન ગ્રંથ  :

"ડૉ. મહેબૂબ દેસાઈ : વ્યક્તિત્વ અને વાડમય" સંપાદકો : પ્રા.એમ. જે. પરમાર. ડૉ.લક્ષમણ વાઢેર,ડૉ. અરુણ વાઘેલા. પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. ૨૦૧૨ ઓક્ટોબર.

કોલમ લેખન :

ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે. હાલ ગુજરાતના લોકપ્રિય દૈનિક "દિવ્ય ભાસ્કર"મા "રાહે રોશન" અને ફૂલછાબમાં "અતીતના આયનામાં"નામક કોલમ દર સોમવાર અને બુધવારે લખે છે. ગુજરાતના જાણીતા સામયિક "કુમાર"માં દર માસે "ગાંધીજીને અપાયેલા માનપત્રો" વિષયક કોલમ પણ લખે છે.

સંપર્ક સુત્રો :

1. કાર્યાલય : નિવૃત  : પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ફોન : ૦૭૯ ૪૦૦૧૬૨૭૭. 2. નિવાસ : ૩૦૧/ડી, રોયલ અકબર રેસીડેન્સી, રોયલ અકબર ટાવર પાસે, સરખેજ રોડ,અમદાવાદ, ૩૮૦૦૫૫. ફોન ૦૭૯ ૨૬૮૨૧૪૮૭, મોબાઈલ : ૦૯૮૨૫૧૧૪૮૪૮.

ઈમેલ : mehboobudesai@gmail.com બ્લોગ : 1. http://mehboobudesai.wordpress.com 2. http://mehboobdesai.blogspot.com


પ્રોફે. ડૉ. મહેબૂબ દેસાઈ

પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.

અમદાવાદ કેશવરામ કા. શાસ્ત્રી તા.૧૫-૧૧-૧૯૯૫