ઔદ્યોગિક ક્રાંતિ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધના સમયમાં વિશ્વના કેટલાક દેશોમાં તકનિકી, સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં ઘ્ણો મોટો બદલાવ આવ્યો. તેને જ ઔદ્યોગિક ક્રાંતિ (Industrial Revolution)ના નામે ઓળખવામાં આવે છે. જેની શરુઆત બ્રિટનથી થઈ હતી. આ સમયને વિશ્વની 'ઔદ્યોગિક ક્રાંતિ' તરીકે ઓળખાવવાની શરુઆત 'લેક્ચર્સ ઓન ધી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન ઇન ઇંગ્લેન્ડ'થી થઈ હતી. તેના લેખક દ્વારા ૧૮૪૪માં આ સમયને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાવાયો હતો.
ઔદ્યોગિક ક્રાંતિબની શરુઆત વસ્ત્ર ઉદ્યોગમાં મશીનીકરણથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ્ લોખંડ બનાવવાની પણ તકનીકો આવી અને ખનીજ કોલસાનો અત્યાધિક ઉપયોગ થવા લાગ્યો.કોલસાને બાળીને તેની વરળની શક્તિનો ઉપયોગ પણ શરુ થયો. આ રીતે ચાલતા મશીનોના આગમનથી ખાસ કરીને વસ્ત્ર ઉદ્યોગના ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વૃદ્ધિ થઈ. ઓગણીસમી સદીના પ્રથમ બે દસકાઓમાં સંપૂર્ણ રીતે ધાતુમાંથી બનેલા સધનોનો પણ ઉપયોગ શરુ થયો. તેના પરિણામ સ્વરુપે બીજા ઉદ્યોગોમાં ઉપયોગમાં આવી શકે તેવા મશીનોની શોધ અને ઉપયોગ પણ શક્ય બન્યો.
અલગ-અલગ ઇતિહાસકારો દ્વારા વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની અલગ-અલગ સમય અવધિ બતાવવામાં આવે છે જ્યારે કેટલાક ઇતિહાસકારો એવા પણ છે જે આને ક્રાંતિ માનવાનો જ ઇનકાર કરે છે.
ઘણા વિચારકોનો મત એવો છે કે, ગુલામ દેશોના શોષણ અને તે દેશોમાંથી લૂંટ કરીને આ પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ કરાઇ હતી. ઔદ્યોગિક ક્રાંતિના વિકાસ માટે પૂંજી આવશ્યક ચીજ છે અને ભારત તેમજ અન્ય દેશોમાં શોષણ કરીને આવા સંશાધનોનો વિકાસ કરવામાં આવ્યો હતો.
ક્રાંતિના અન્ય કારણો
[ફેરફાર કરો]- ક્રુષિ ક્રાંતિ
- વસતી વિસ્ફોટ
- વેપારી પ્રતિબંધોની સમાપ્તિ
- કાચા માલનું બઝાર વિકસ્યું
- પૂંજી અને નવી પ્રાદ્યોગિકી
- પુનર્જાગરણ કાળ
- રાષ્ટ્રવાદ
- કારખાના પ્રણાલી
- શહેરીકરણ
ઇતિહાસ
[ફેરફાર કરો]ઇસુની ૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપના કેટલાક દેશોએ વહાણ માર્ગે અન્ય મહાદ્રીપો પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. ત્યાં તેઓએ પોતાના ધર્મ અને વેપારનો પ્રચાર કર્યો. તે સમયમાં મશીનોની શોધ નહિવત્ હતી. જહાજ પણ લાકડાના જ બનતા હતા. જે વસ્તુનો ભાર ઓછો પણ મૂલ્ય વધુ હોય તેવી ચીજોનો વેપાર સાત સમુદ્રની પાર પણ થતો હતો. આ યુગમાં આંતર રાષ્ટ્રીય વેપારનો સારી રીતે વિકાસ થયો. બીજી તરફ તેના કારણે ખેતીનું પ્રમાણ ઘટવા લાગ્યું. શોષિત દેશોમાં છળવળ શરુ થઈ અને અમેરિકા તથા ફ્રાંસને આઝાદી મળી.આ સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થયો.
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ
[ફેરફાર કરો]પ્રાચીન કાળમાં ભારત એક સંપન્ન દેશ હતો. ભારતીય કારીગરો દ્વારા બનાવાયેલો માલ અરબ, મિસ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરે દેશોના બજારોમાં વેચાતો હતો અને ભારત સાથે વેપાર કરવા માટે અન્ય દેશોમાં સ્પર્ધા જેવું વાતાવરણ હતું. આથી જ વિદેશીઓ ભારતને લૂંટવા માટે આવેલા, જેમાં અંગ્રેજો સૌથી છેલ્લા હતાં. સન ૧૬૦૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં બનેલો માલ ઇંગ્લેન્ડ લઈ જઈને વેચતી હતી. ભારતની વસ્તુઓ જેમાં ખાસ કરીને રેશમ અને મખમલમાંથી બનેલુ કાપડ ઇંગ્લેન્ડમાં ખૂબ જ લોકપ્રિય હતું. એ ત્યાં સુધી કે ઇંગ્લેન્ડની મહારાણી પણ ભારતીય વસ્ત્રો પહેરવામાં પોતાનું ગૌરવ સમજતી હતી. પણ આ સ્થિતિ વધુ લાંબા સમય સુધી ન રહી. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઇંગ્લેન્ડમાં મોટા પાયે માલ તૈયાર થવા લાગ્યો. અંગ્રેજ વેપારીઓને ત્યાંની સરકારનો પૂર્ણ સહયોગ હતો.
કેટલાક વિદ્વાનોના મત મુજબ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત સન ૧૮૫૦થી શરુ થઈ હોવાનું માનવામાં આવે છે. સન ૧૮૫૩-૫૪માં ભારતમાં રેલ અને તારની સુવિધાઓ શરુ થઈ હતી. રેલના કારણે ભારતના ઉદ્યોગોને વિશેષ સહાયતા મળી. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતીય ઉદ્યોગોનો એથી પણ વધુ વિકાસ થયો. ઉત્પાદન શક્તિમાં પણ વધારો થયો. વિવિધ ક્ષેત્રે મશીનોનો ઉપયોગ. દ્રિતિય વિશ્વયુદ્ધના અંત સુધીમાં ભારતની ગણના વિશ્વના પ્રથમ દસ દેશોમાં થતી હતી. ભારત સાબુ, સાકર અને સિમેન્ટના ઉત્પાદનમાં સ્વનિર્ભર દેશ હતો.
ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતાઓ
[ફેરફાર કરો]-
જેથો ટૂલ (Jethro Tull)
-
જેમ્સ વાટ
-
રિચર્ડ આર્કરાઇટ
-
Robert Fulton
-
એડમુંડ કાર્ટરાઇટ
-
જહોન કે
-
સિમુએલ કમ્ટન
-
જ્યોર્જ ટોફેસન
-
એલી ડિટની
-
હેનરી બેસમર
પ્રમુખ શોધો
[ફેરફાર કરો]- વરાળ ઍંજિન (વરાળ શક્તિ)
- ટૅલીગ્રાફ
- સ્પિનીંગ જેની
- રેલમાર્ગ
- દવાખાનાઓનું નિર્માણ
- ફોટોગ્રાફી
- વિદ્યુત
- વાયુયાન