લખાણ પર જાઓ

કુહાડી

વિકિપીડિયામાંથી
કુહાડી
વિવિધ આકારની કુહાડીઓ

કુહાડી અથવા કુહાડો, (અન્ય ગુજરાતી શબ્દ ફરસો અથવા પરશુ) એક સાધન છે, જે સદીઓથી લાકડાંને આકાર આપવા અથવા ટુકડાઓ કરવા, વન માંથી લાકડા કાપવા, યુદ્ધમાં શસ્ત્ર તરીકે અને એક ઔપચારિક પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કુહાડીને વિવિધ કાર્યો અનુસાર ઘણા અલગ રૂપ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય કુહાડીનું માથું લોખંડ કે સ્ટીલનું અને લાકડાનો હાથો હોય છે .

કુહાડીના પ્રાચીન પ્રકારોમાં તેના હાથા લાકડાના અને ફળું પથ્થરનું બનતું હતું. સંસ્કૃતિમાં પ્રગતિ અને વિકાસની તકનીકો સાથે કુહાડીના ફળાં તાંબુ, પિત્તળ, લોખંડ અને સ્ટીલમાંથી બનાવવાં શરૂ થયાં.