ગ્રેટા થનબર્ગ
ગ્રેટા થનબર્ગ (જન્મ: ૩ જાન્યુઆરી ૨૦૦૩) [૧] ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.
પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.
જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Desk, Bob D'Angelo, Cox Media Group National Content (24 September 2019). "Who is Greta Thunberg, the 16-year-old climate activist from Sweden?". KIRO (અંગ્રેજીમાં). મેળવેલ 25 September 2019.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |