લખાણ પર જાઓ

ન્યૂ યૉર્ક (શહેર)

વિકિપીડિયામાંથી
ન્યુ યોર્ક શહેર

ન્યુ યોર્ક અધિકૃત નામે ન્યુ યોર્કનું શહેર એ અમેરિકાનું સૌથી મોટું શહેર છે. તે અમેરિકાના ઉત્તર-પુર્વી રાજ્ય ન્યુ યોર્ક માં હડસન નદીના મુખ પર એટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલું છે. ન્યુ યોર્કને વિશ્વનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે, વિશ્વ વ્યાપાર, ફેશન, મનોરંજન, વિજ્યાન ના ક્ષેત્રમાં આ શહેર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુમથક આ શહેરમાં આવેલું હોવાથી રાજનિતીના આંતરાષ્ટ્રિય મામલાતોનું પણ આ શહેર એક પ્રમુખ કેન્દ્ર છે.

વર્ષ ૧૬૬૪ માં, શહેરને ડ્યુક ઓફ યોર્કના માનમાં ન્યુ યોર્ક નામ આપવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ દ્વિતિય બન્યા હતા. ન્યુ યોર્ક શહેરમાં લગભગ ૨.૫ ટકા વસ્તી ભારતીયોની છે. શહેરના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મી છે, ત્યાં હિંદુ અને બોદ્ધ ધર્મીઓની વસ્તી પણ નોંધપાત્ર છે.