બાસ્કેટબોલ (રમત)
બાસ્કેટબોલ એ આપણા વિશ્વમાં રમાતી સૌથી વધુ જોવાતી એક અત્યંત લોકપ્રિય રમત છે[૧]. આ રમત પાંચ-પાંચ ખેલાડીઓથી બનેલી બે ટીમ વચ્ચે રમાય છે. આ રમત માટેનું મેદાન લંબચોરસ આકારનું હોય છે. મેદાનના બંને છેડે ઉભા કરેલા થાંભલાની ઉપર લગાવવામાં આવેલી રીંગમાંથી બોલને પસાર કરવાનો હોય છે, જેને ગોલ થયો કહેવાય છે. ૧૮ ઈંચ વ્યાસ ધરાવતી આ રીંગ ૧૦ ફૂટની ઊંચાઈ પર લગાવેલી હોય છે. દરેક ટીમના ખેલાડીઓ તેના દડાને બે હાથ વડે પકડીને પ્રતિસ્પર્ધી ટીમના મેદાન તરફના ગોલ તરફ લઈ જવાના પ્રયત્ન કરે છે, અને ગોલ નજીક પહોંચી ઝડપથી રીંગમાંથી પસાર કરવા પ્રયત્ન કરે છે. બોલ મેળવવાની ઝપાઝપી એ રમતને રસાકસીભરી બનાવે છે. ચોક્કસ સમયમાં જે ટીમના ખેલાડીઓ વધુ ગોલ કરે, એટલે કે દડાને વધુ વખત રીંગમાંથી પસાર કરે તે ટીમ વિજેતા જાહેર કરવામાં આવે છે.
આ રમતની શોધ ઈ. સ. ૧૮૯૧ના વર્ષમાં અમેરિકાના જેમ્સ નાઈસ્મિથે કરી હતી. ઈ. સ. ૧૯૩૬ના વર્ષમાં આ રમતને ઑલિમ્પિક રમતોત્સવમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલની રમતનું મેદાન ૯૧.૯ ફૂટ લાંબુ અને ૪૯.૨ ફૂટ પહોળું હોય છેref>ગુજરાત સમાચાર વર્તમાનપત્ર; ઝગમગ પૂર્તિ; તા.૨૭મી જુલાઈ, ૨૦૧૩; પાના નં. ૫</ref>.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Griffiths, Sian (September 20, 2010). "The Canadian who invented basketball". BBC News. મેળવેલ September 14, 2011.