યોગવાસિષ્ઠ
યોગ વાસિષ્ઠ (સંસ્કૃત: |योग-वासिष्ठ Yōga-Vāsiṣṭha) અદ્વૈત વેદાંતનો વાલ્મીકિ દ્વારા રચિત ગ્રંથ છે, પરંતુ તેના ખરા લેખક અજ્ઞાત છે.[૨] આ ગ્રંથ ૨૯,૦૦૦ પદોનો સમાવેશ કરે છે.[૨] આ ગ્રંથનું ટૂંકું સ્વરૂપ લઘુ યોગવાસિષ્ઠ તરીકે જાણીતું છે અને ૬,૦૦૦ પદોનો સમાવેશ કરે છે.[૩] આ ગ્રંથની રચનાનો સમય જાણવા મળ્યો નથી પરંતુ એવું અનુમાન કરાય છે કે તે છઠ્ઠી થી ચૌદમી સદીના અંત સુધીમાં રચાયો હોવો જોઇએ, પરંતુ તેનું લખાણ પ્રથમ સદીમાં હાજર હતું એમ મનાય છે.[૪]
આ ગ્રંથમાં જગતની અસત્તા અને એક માત્ર બ્રહ્મ (પરમાત્મા)ની સત્તાનું અનેક ઉદહરણો અને તર્કો વડે સમર્થન કરવામા આવ્યુ છે.
સંરચના
[ફેરફાર કરો]યોગ વસિષ્ઠ ગ્રંથ છ પ્રકરણોમાં વંહેચાયેલો છે:
૧. વૈરાગ્ય પ્રકરણ
૨. મુમુક્ષુ પ્રકરણ
૩. ઉત્પત્તિ પ્રકરણ
૪. સ્થિતિ પ્રકરણ
૫. ઉપશમ પ્રકરણ
૬. નિર્વાણ પ્રકરણ (આ પ્રકરણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગો મા વંહેચયેલુ છે.)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Chapple 1984, pp. 54-55
- ↑ ૨.૦ ૨.૧ Chapple 1984, pp. ix-x
- ↑ Leslie 2003, pp. 105
- ↑ Chapple 1984, p. x