રોબોકોન ભારત
એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન (એબીયુ) દ્વારા રોબોકોન (રોબોટિક હરીફાઈ માટેનું ટૂંકાક્ષર) એશિયા પેસિફિક પ્રદેશના 20 થી વધુ દેશોનો સંઘ છે. એનએચકે, જાપાન પહેલાથી જ રાષ્ટ્રીય સ્તરે આવી પ્રતિસ્પર્ધાઓનું આયોજન કરી રહ્યું હતું અને ૨૦૦૨માં પ્રથમ એબીયુ રોબૉનનું યજમાન પણ બન્યું હતું. તે પછીથી દર વર્ષે એક સભ્ય પ્રસારણકર્તા(બ્રોડકાસ્ટર) આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ નું આયોજન કરે છે.
દરેક પ્રતિભાગી દેશના બ્રોડકાસ્ટર્સ તેમની રાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરવા માટે જવાબદાર છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં જીતનારી ટીમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઇજનેરી અને તકનીકી કોલેજની ટીમો સહભાગી થવા પાત્ર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમને રોબોટની ડિઝાઇન (આલેખન) અને રોબોટ બનાવવાનો રહે છે, તથા ટીમના નેતા, માર્ગદર્શક શિક્ષક, હાથે ચાલતા રોબોટનો ચાલક અને સ્વયંસંચાલિત રોબોટનો ચાલક સાથેની ટીમ તૈયાર કરવાની હોય છે.
રાષ્ટ્રીય સ્પર્ધા
[ફેરફાર કરો]દૂરદર્શન, રાષ્ટ્રીય જાહેર સેવા પ્રસારણકર્તા દર વર્ષે રાષ્ટ્રીય સ્તરે રોબોકોન પ્રતિયોગિતાનું આયોજન કરે છે અને વિજેતા ટીમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે. પ્રથમ રોબોકોન સ્પર્ધાનું આયોજન ૨૦૦૨માં કરવામાં આવ્યું હતું, જે આઈઆઈટી કાનપુરમાં યોજાઈ હતી અને ફક્ત ૩ ટીમોએ ભાગ લીધો હતો. આગળ જતા આ સંખ્યા ૨૦૧૨ માં ૬૬ અને ૨૦૧૮માં ૧૦૭ સુધી પહોંચી હતી, જે પૂણેના બાલેવાડી, શ્રી શિવાજી છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના યોજાઈ હતી.
તાજેતરની સ્પર્ધાઓ
[ફેરફાર કરો]રોબોકોન ભારત ૨૦૧૮
[ફેરફાર કરો]નિરમા યુનિવર્સિટી, અમદાવાદ આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે રોબોકોન 2018 સ્પર્ધા જીતી છે, જયારે એમઆઈટી, પુણે દ્વિતીય સ્થાને રહી હતી.
રોબોકોન ભારત ૨૦૧૭
[ફેરફાર કરો]રોબોકોન ભારત ૨૦૧૧
[ફેરફાર કરો]રોબોકોન ભારત ૨૦૧૦
[ફેરફાર કરો]રોબોકોન ભારત ૨૦૦૮
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |