લખાણ પર જાઓ

વંદો

વિકિપીડિયામાંથી
વંદો
Blaberus giganteus

વંદો કે વાંદો એ જંતુ વર્ગનું એક સર્વાહારી, નિશાચર પ્રાણી છે, જે અંધારામાં, ગરમી ધરાવતાં સ્થાનોમાં, જેમ કે રસોડું, ગોદામ, અનાજ અને કાગળના ભંડારોમાં જોવા મળે છે.

પાંખ વડે ઢંકાયેલું આછા લાલ તેમ જ કથ્થઈ રંગનું વંદાનું શરીર માથું, છાતી અને ઉદર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. માથામાં એક જોડી સંયુક્ત નેત્ર જોવા મળે છે તથા એક જોડી સંવેદી શ્રૃંગિકાઓ (એન્ટિના) નીકળેલી હોય છે જે ભોજન શોધવા માં સહાયક બને છે. વક્ષ થી બે પંખ અને ત્રણ જોડી સંધિયુક્ત પગ લાગેલા હોય છે જે તેના પ્રચલનમાં મદદ કરે છે.[] શરીરમાં શ્વસન રંધ્ર મળી આવે છે. વંદાનું ઉદર દસ ભાગોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. ગરોળી તથા મોટા મંકોડા વંદાના શત્રુઓ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. યાદવ, નારાયણ, રામનન્દન, વિજય (માર્ચ ૨૦૦૩). અભિનવ જીવન વિજ્ઞાન. કોલકાતા: નિર્મલ પ્રકાશન. પૃષ્ઠ ૧૧૩.