સૌમ્યા સ્વામિનાથન
સૌમ્યા સ્વામિનાથન | |
---|---|
Soumya Swaminathan en 2016. | |
જન્મ | ૨ મે ૧૯૫૯ ચેન્નઈ |
સૌમ્યા સ્વામિનાથન એક ભારતીય બાળરોગ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક છે જે પોતાના ક્ષય રોગ વિશેના સંશોધન માટે જાણીતા છે.[૧][૨] ઓક્ટોબર ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૯ દરમિયાન, તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં જનરલ પ્રોગ્રામના ડૅપ્યૂટી ડાયરેક્ટર જનરલ હતાં.[૩] માર્ચ ૨૦૧૯માં તેઓની તે જ સંગઠનમાં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિમણૂક થઇ હતી.[૪]
અભ્યાસ
[ફેરફાર કરો]સ્વામિનાથને સશસ્ત્ર દળની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાંથી એમડી ની ડિગ્રી મેળવી હતી. સાથે જ તેઓ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સમાંથી નેશનલ બોર્ડના ડિપ્લોમેટ થયા હતા. ત્યારબાદ તેમણે પેડિયાટ્રિક પલ્મોનોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ મેડિકલ ફેલોશિપ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં આવેલી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ લોસ એન્જલસમાં અને કેક સ્કૂલ ઑફ મેડિસિનમાં લીધી.[૫]
સંશોધનની રુપરેખા
[ફેરફાર કરો]સ્વામિનાથન ૧૯૯૨માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્યુબરક્યુલોસીસ સાથે જોડાયા અને ત્યારબાદ તેઓ તેના નિર્દેશક બન્યા. તેમણે ક્લિનીકલ અને બેહેવિયરલ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સાથે ક્ષય અને ક્ષય/HIV ઉપર સંશોધન ચાલુ કર્યું.[૬] સ્વામિનાથન અને તેમના સાથીદારોની ગણના સાથે ટીબી સર્વેલન્સ અને સંભાળ માટે મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સના ઉપયોગને વધારવા માટેના, સમાવિષ્ટ રેન્ડમાઇઝ્ડ વ્યૂહરચનાના મોટા ક્ષેત્રિય ઉપયોગ માટે, ટીબીની સારવાર અન્ડરવર્લ્ડ વસ્તીમાં સૌપ્રથમ પહોંચાડવા માટે કરવામાં આવે છે.[૬] ૨૦૧૭માં તેઓ ટીબી ઝીરો સિટી પ્રોજેક્ટના ભાગ હતા; આ પ્રોજેક્ટ સરકારી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ અને પાયાના સંગઠનો સાથે મળીને "આઈલૅન્ડ ઑફ આઇસોલેશન" બનાવવા માટે કામ કરતો હતો.[૭] ઓક્ટોબર ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૯ દરમિયાન, તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં જનરલ પ્રોગ્રામના ડૅપ્યૂટી ડાયરેક્ટર જનરલ હતાં.[૩] માર્ચ ૨૦૧૯માં તેઓની તે જ સંગઠનમાં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિમણૂક થઇ હતી અને ૨૦૨૦ પ્રમાણે તેઓ હજુ તે પદ પર કાર્યરત છે.[૪]
અંગત જીવન
[ફેરફાર કરો]સૌમ્યા સ્વામિનાથન "હરિત ક્રાંતિના ભારતીય પિતા" એમ.એસ. સ્વામિનાથન અને ભારતીય શિક્ષણવિદ્ મીના સ્વામિનાથનની પુત્રી છે. સૌમ્યાના બે ભાઈ-બહેન છે, મધુરા સ્વામિનાથન અને નિથ્યા સ્વામિનાથન.[૮] તે પૈકી મધુરા સ્વામિનાથન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક છે અને નિથ્યા સ્વામિનાથન પૂર્વ એન્જલિયા વિશ્વવિદ્યાલયમાં લૈંગિક વિશ્લેષણનાં લેક્ચરર છે.[૮] સૌમ્યાના લગ્ન ઓર્થોપેડિક સર્જન અજિત યાદવ સાથે થયા છે.[૯][૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nikita Mehta. "Soumya Swaminathan to take charge of Indian Council of Medical Research". Live Mint.
- ↑ "Dr. Soumya Swaminathan" (PDF). Indian Council of Medical Research. મૂળ (PDF) માંથી 2015-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-07.
- ↑ ૩.૦ ૩.૧ Sharma, Neetu Chandra (4 October 2017). "Dr Soumya Swaminathan appointed WHO's deputy director general for programmes". Livemint.
- ↑ ૪.૦ ૪.૧ Thacker, Teena (7 March 2019). "WHO rejigs management, deputy D-G Soumya Swaminathan will now be chief scientist". Livemint.
- ↑ "Secretary Profile". Department of Health Research, Ministry of Health and Family Welfare, Government of India.
- ↑ ૬.૦ ૬.૧ Das, Pamela (2016-03-19). "Soumya Swaminathan: re-energising tuberculosis research in India". The Lancet (Englishમાં). 387 (10024): 1153. doi:10.1016/S0140-6736(16)30008-3. ISSN 0140-6736.CS1 maint: unrecognized language (link)
- ↑ "Site 1: Chennai, India — Advance Access & Delivery". web.archive.org. 2017-02-16. મૂળમાંથી અહીં સંગ્રહિત 2017-02-16. મેળવેલ 2020-03-25.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ ૮.૦ ૮.૧ "Image, The Hindu Business Line". મૂળ માંથી 25 May 2006 પર સંગ્રહિત. મેળવેલ 3 September 2015.
- ↑ "Look WHO's New Deputy DG" (PDF). GNC Connect. ખંડ 3 અંક 6. September 2017. પૃષ્ઠ 5.
- ↑ "BioSpectrum Awards 2003 - Life Time Achievement Award". www.biospectrumindia.com.