લખાણ પર જાઓ

કર્ણાટક સંગીત

વિકિપીડિયામાંથી

કર્ણાટક સંગીતભારતના શાસ્ત્રીય સંગીતની દક્ષિણ ભારતીય શૈલી છે, જે ઉત્તર ભારતની હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત શૈલીથી ઘણી રીતે અલગ પડે છે. કર્ણાટક સંગીત મોટા ભાગે ભક્તિ સંગીતના સ્વરૂપમાં હોય છે અને તેની રચનાઓ દેવી-દેવતાઓને સંબોધીને ગાવામાં આવે છે. ઉપરાંત કેટલોક હિસ્સો પ્રેમ અને સામાજિક મુદ્દાઓને પણ સમર્પિત હોય છે. જેમ સામાન્ય રીતે ભારતીય સંગીતમાં હોય છે તેમ કર્ણાટક સંગીતના પણ બે મુખ્ય તત્ત્વ રાગ અને તાલ છે.

કર્ણાટક શાસ્ત્રીય સંગીત શૈલીમાં રાગનું ગાયન અધિક તેજ અને હિંદુસ્તાની શૈલીની તુલનાએ ટૂંકા સમયનું હોય છે. ત્યાગરાજ, મુથુસ્વામી દીક્ષિતાવતાર અને શ્યામા શાસ્ત્રીને કર્ણાટક સંગીત શૈલીની ત્રિમૂર્તિ કહેવામાં આવે છે[સંદર્ભ આપો], જ્યારે પુરંદર દાસને કર્ણાટક શૈલીના જનક તરીકે ઓળખવામાં આવે છે[સંદર્ભ આપો]. કર્ણાટક શૈલીના વિષયોમાં પૂજા-અર્ચના, મંદિરોનું વર્ણન, દાર્શનિક ચિંતન, નાયક-નાયિકા વર્ણન અને દેશભક્તિ સામેલ છે.

કર્ણાટક ગાયનશૈલીના મુખ્ય રૂપ

[ફેરફાર કરો]

વર્ણમ: તેના મુખ્ય ત્રણ ભાગ પલ્લવી, અનુપલ્લવી અને મુક્તયીશ્વર છે. આની તુલના હિંદુસ્તાની શૈલીના ઠુમરી સાથે કરવામાં આવે છે.

જાવાલી: આ પ્રેમપ્રધાન ગીતોની શૈલી છે. ભરતનાટ્યમ સાથે તેને વિશેષરુપે ગાવામાં આવે છે. તેની ગતિ ઘણી તેજ હોય છે.

તિલ્લાના: ઉત્તર ભારતમાં પ્રચલિત તરાનાની જેમ જ કર્ણાટક સંગીતમાં તિલ્લાના શૈલી હોય છે. આ ભક્તિપ્રધાન ગીતોની ગાયનશૈલી છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]