ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨
| |||||||||||||||||||
ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાઈ ગઈ: ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨. મતોની ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ થઈ હતી.
આ ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટયા.[૧]
આ ચૂંટણીમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા.[૨][૩] વિપક્ષ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા.
ગુજરાતની ચૂંટણીની તબક્કાવાર સ્થિતિ
[ફેરફાર કરો]પહેલો તબક્કો
[ફેરફાર કરો]પહેલા તબક્કાની ચૂંટણી ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજવામા આવી હતી. જેમાં ભૂતકાળ કરતાં સૌંથી વધુ ૭૦.૭૫% મતદાન કરવામાં આવ્યું હતું. સવારના ત્રણ ક્લાક સુધીમાં ૧૮% જેટલુ અને બપોરના ૧ વાગ્યાં સુધીમા ૩૮% જેટલુ મતદાન થઈ ગયું હતું. બપોરના ૩ વાગ્યે ટકાવારી ૫૩% સુધી પહોચી ગઇ હતી અને તે અંતે ૭૦.૭૫% એ પહોચી હતી.[૪][૫]
વિષય | આંકડાકીય માહિતી |
---|---|
મતદાનની ટકાવારી | ૭૦.૭૫% |
મતવિસ્તારો | ૮૭ |
જિલ્લાવાર | સૌરાષ્ટ્ર : ૭ જિલ્લા : ૪૮ બેઠકો દક્ષિણ ગુજરાત : ૭ જિલ્લા : ૩૫ બેઠકો |
કુલ મતદારો | ૧,૮૧,૮૬,૦૪૫ |
ઉમેદવારો | ૪૭ મહિલાઓ સહીત ૮૪૬ ઉમેદવારો |
મતદાન મથકની સંખ્યા | ૨૧,૨૬૮ |
આઇડી કાર્ડનું વહેચણી | ૯૯.૬૫% મતદારો |
ફોટોવાળી મતદાન પાવતીની વહેચણી | ૯૯.૫૩% મતદારો |
ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીનની સંખ્યા | ૨૫,૦૦૦ |
ઈવીએમમાં ભૂલની ટકાવારી | ૦.૦૧% |
નોંધ | શાંતિપૂર્ણ મતદાન. જૂનાગઢ અને સુરેન્દ્રનગરના બે ગામ દ્વારા મતદાનનો બહિષ્કાર |
જિલ્લા અનુસાર મતદાનની વિગતો
[ફેરફાર કરો]સૌરાષ્ટ્ર
[ફેરફાર કરો]જિલ્લો | ટકાવારી |
---|---|
પોરબંદર | ૬૬.૩૯% |
અમરેલી | ૬૭.૨૧% |
જામનગર | ૬૮.૪૮% |
ભાવનગર | ૬૯.૧૧% |
જુનાગઢ | ૬૯.૭૧ |
સુરેન્દ્રનગર | ૬૯.૭૯% |
રાજકોટ | ૭૧.૦૧% |
ગ્રામ્ય અમદાવાદ
[ફેરફાર કરો]જિલ્લો | ટકાવારી |
---|---|
અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિરમગામ ધોળકા ધંધુકા |
૬૮.૪૧% |
દક્ષિણ ગુજરાત
[ફેરફાર કરો]જિલ્લો | ટકાવારી |
---|---|
ડાંગ | ૬૮.૭૬% |
સુરત | ૬૯.૫૮% |
વલસાડ | ૭૩.૫૯% |
ભરૂચ | ૭૫.૧૧% |
નવસારી | ૭૫.૫૯% |
તાપી | ૮૦.૪૩% |
નર્મદા | ૮૨.૨૧% |
ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લી ચાર ચૂંટણીથી(૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭) સરેરાશ મતદાન ૬૪.૩૯%(૧૯૯૫ માં) થી નીચે આવીને ૫૯.૭૭%(૨૦૦૭ માં) રહ્યું હતું .[૬] [૭]
બીજો તબક્કો
[ફેરફાર કરો]ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨નો બીજો તબક્કામાં પણ મોટા પ્રમાણમાં મતદાનનું વલણ ચાલુ રહ્યું અને મતદાન ૭૧.૮૫% જેટલું થયું. પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના વિક્રમિ મતદાન બાદ, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજાયેલ બીજા તબક્કામાં અનેક મહત્ત્વનાં વલણો દેખાયાં, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને કેટલાક ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક મતદાન કર્યું.
પ્રથમ તબક્કામાં મતદાન દિવસના અંતિમ કલાકોમાં મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા આવ્યા હતા આ ચલણ બીજા તબક્કામાં થોડું બદલાયું હતું અને બપોરે એક વાગ્યા સુધીમાં જ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં જિલ્લાવાર મતદાનની વિગતો
[ફેરફાર કરો]અમદાવાદ
[ફેરફાર કરો]જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
અમદાવાદ | ૭૦.૧૦% |
કચ્છ
[ફેરફાર કરો]જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
કચ્છ | ૬૭.૭૭% |
મધ્ય ગુજરાત
[ફેરફાર કરો]જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
આણંદ | ૭૪.૮૯% |
ખેડા | ૭૨.૧૭% |
વડોદરા | ૭૨.૨૭% |
પંચમહાલ | ૭૧.૪૮% |
દાહોદ | ૬૮.૪૮% |
ઉત્તર ગુજરાત
[ફેરફાર કરો]જિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
ગાંધીનગર | ૭૪.૪૫% |
બનાસકાંઠા | ૭૪.૮૯% |
સાબરકાંઠા | ૭૫.૫૬% |
મહેસાણા | ૭૩.૬૪% |
પાટણ | ૭૦.૯૨% |
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં બીજા તબક્કાના ૭૧.૮૫%ના મતદાન અને પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના મતદાન સાથે કુલ આખરી મતદાન ૭૧.૩૨% થયું હતું.[૮]
૧૯૮૦થી ૨૦૧૨ દરમ્યાનની ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડાઓ
[ફેરફાર કરો]વર્ષ | ૧૯૮૦ | ૧૯૯૦ | ૧૯૯૫ | ૧૯૯૮ | ૨૦૦૨ | ૨૦૦૭ | ૨૦૧૨ |
---|---|---|---|---|---|---|---|
મતાધિકાર ધરાવનારા | ૧૬,૫૦૧,૩૨૮ | ૨૪,૮૨૦,૩૭૯ | ૨૯,૦૩૧,૧૮૪ | ૨૮,૭૭૪,૪૪૩ | ૩૩,૨૩૮,૧૯૬ | ૩૬,૫૯૩,૦૯૦ | ૩૮,૦૭૭,૪૫૪ |
મતદાતાઓ | ૭,૯૮૧,૯૯૫ | ૧૨,૯૫૫,૨૨૧ | ૧૮,૬૮૬,૭૫૭ | ૧૭,૦૬૩,૧૬૦ | ૨૦,૪૫૫,૧૬૬ | ૨૧,૮૭૩,૩૭૭ | ૨૭,૧૫૮,૬૨૬ |
ટકાવારી | ૪૮.૩૭% | ૫૨.૨૦% | ૬૪.૩૯% | ૫૯.૩૦% | ૬૧.૫૪ | ૫૯.૭૭% | ૭૧.૩૨% |
તેથી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨માં ૭૧.૩૨% મતદાન થયું અને ૧૯૮૦થી શરૂ કરીને પાછલી છ વિધાનસભાની ચૂંટણીની આંકડાકીય માહિતી જોતાં જણાય છે કે તેમાં મોટા પ્રમાણમાં ફેરફારો નોંધાયા. એકંદરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ એ ચૂંટણી પંચ અને જવાબદાર સરકારી એકમો, કર્મચારીઓ અને તંત્ર દ્વારા ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી.
ચૂંટણી પંચ દ્વારા ચલાવાયેલ મતદાન હક્ક અંગેના જાગૃતિ અભિયાન અને તેમના દ્વારા મતદારોને અપાયેલ ફોટો ઓળખ કાર્ડે વધુ પ્રમાણમાં મતદાન થવામાં સારી ભૂમિકા ભજવી. એ નોંધવાલાયક છે કે દેશની અન્ય ચૂંટણીઓ કે જેમાં ઉમેદવાર અથવા રાજકીય પક્ષો મતદારોને મતદાન કરવા સક્રિય રહેતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં મતદારો પોતાની જાતે જ મતદાન કરવા આવી રહ્યા હોવાનું વલણ કેટલીક ભૂતકાળની ચૂંટણીથી જોવા મળી રહ્યું છે.
પરિણામ
[ફેરફાર કરો]મતગણતરી સમગ્ર ગુજરાતમાં એકસાથે દરેક જિલ્લાનાં ચોક્કસ સ્થળોએ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને સાંજ પહેલાં પૂર્ણ કરવામાં આવી. પરિણામો નીચે મુજબ છે.
રાજકીય દળ | જીતેલી બેઠકો |
---|---|
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) | ૧૧૫ |
કોંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) | ૬૧ |
જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી) | ૨ |
એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) | ૨ |
જેડી (યુ) (જનતા દળ (યુનાઈટેડ)) | ૧ |
અપક્ષ | ૧ |
ભાજપ ૧૬ બેઠકો પર ૨% કરતાં ઓછા અંતરથી હારી.[૧૧] કોંગ્રેસ ૪૬% બેઠકો પર ૫% કરતાં ઓછા અંતરથી જીત્યું.[૧૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Two-phase Assembly polls in Gujarat". The Hindu. New Delhi. Press Trust of India. 3 October 2012. મેળવેલ 3 October 2012.
- ↑ હિમાંશુ દરજી / કેયૂર ધનદેવ (ડિસેમ્બર ૨૬, ૨૦૧૨). "મોદી આજે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે". સમાચાર. ઇકોનોમિક ટાઇમ્સ, ગુજરાતી. મેળવેલ 2013-06-03.
- ↑ Singh, Manisha (૩ ઓક્ટોબર ૨૦૧૨). "Gujarat Assembly Elections 2012: The countdown begins". Zee News. મૂળ માંથી ઑક્ટોબર 5, 2012 પર સંગ્રહિત. મેળવેલ October 4, 2012. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Historically high polling". Desh Gujarat, Regional Portal. 13 December 2012. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Record voting turnout". Sandesh, Newspaper. 13 December 2012. મૂળ માંથી 16 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Analysis of Compulsory Voting in Gujarat" (PDF). Research Foundation for Governance in India. મૂળ (PDF) માંથી 17 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2012.
- ↑ "70.75% turnout in first phase of Gujarat polls". The Economic Times. મેળવેલ 15 December 2012.
- ↑ "Record voter turnout in Gujarat - 71.32%". Zee News. મેળવેલ 18 December 2012.
- ↑ "Gujarat Assembly Election 2012, Live poll Results update". Aaj Tak. મૂળ માંથી 2012-12-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Partywise Results". Election Commission of India. મૂળ માંથી 2013-12-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Lowest Margin". Election Commission of India. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨..
- ↑ "Close Contest". Election Commission of India. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.