ગુજરાતી રંગભૂમિ

વિકિપીડિયામાંથી

ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની દલપતરામ ચોક, અમદાવાદ ખાતે પ્રતિમા

ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા મળે છે. ત્યારબાદ ૧૬મી સદીના પ્રારંભમાં પોર્ટુગીઝ મિશનરીઓ દ્વારા કરવામાં આવેલ યેસુ મસિહા કા તમાશા નાટ્યમાં એક નવું પરિમાણ રજૂ કરવામાં આવ્યું હતું, જે ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત હતું અને તેમાં મહારાષ્ટ્રની લોક પરંપરા તમાશાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ગોવા તેમ જ મહારાષ્ટ્રના લોકો દ્વારા તેમના કામ દરમિયાન ભજવવામાં આવતું હતું. મંદિર અને શાહી દરબારો અને ગુજરાતનાં મંદિરો ખાતે સંસ્કૃત નાટક કરવામાં આવતાં હતાં, પરંતુ તેનો પ્રભાવ જનતા માટેની સ્થાનિક નાટ્ય પરંપરા પર ન હતો. બ્રિટિશ રાજના સમયમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા આમંત્રિત વિદેશી ઓપેરા અને થિયેટર જૂથોએ તેમનું મનોરંજન કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી પ્રેરિત સ્થાનિક પારસીઓએ તેમના પોતાના ફરતાં નાટ્ય જૂથો શરૂ કર્યાં હતાં, જે મોટે ભાગે ગુજરાતી ભાષામાં ભજવવામાં આવતાં હતાં.[૧] વર્ષ ૧૮૫૦માં રજુ થયેલ પ્રથમ નાટક લક્ષ્મી દલપતરામ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેની પ્રેરણા એરિસ્ટોફનસ દ્વારા પ્રાચીન ગ્રીક કોમેડી નાટ્ય પ્લુટસ પરથી લેવામાં આવી હતી.

વર્ષ ૧૮૫૨માં, એક પારસી નાટ્ય જૂથ દ્વારા ગુજરાતી ભાષામાં શેક્સપીયરન નાટકનો ખેલ સુરત શહેર ખાતે ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩માં ગુજરાતી રંગભૂમિના પ્રથમ નાટ્યગૃહની પારસી નાટક મંડળી જૂથ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ફરામજી ગુસ્તાદજી દલાલ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં સૌપ્રથમ પારસી-ગુજરાતી નાટક રુસ્તમ સોહરાબ રજુ કરવામાં આવ્યું હતું, જે ૧૦મી સદીના ફારસી મહાકાવ્ય રુસ્તમ અને સોહરાબ પર આધારિત હતું. ફિરદૌસી દ્વારા રજુ કરાયેલ ફારસી નાટ્ય શાહનામે પરથી રુસ્તમ સોહરાબ ગુજરાતી નાટક ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ ગ્રાન્ટ રોડ થિયેટર, મુંબઇ ખાતે રજુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનો માઇલસ્ટોન ગણાય છે. આ જૂથ દ્વારા ફારસી પ્રહસન ધનજી ઘરાક પણ એ જ સ્થળ પર ભજવામાં આવ્યું હતું.[૨] તેના શરૂઆતના દિવસોમાં, ગુજરાતી રંગભૂમિ મોટે ભાગે મનોરંજન શૈલી અને વિષયો પારસી થિયેટર ખાતે ભજવવામાં આવતાં પ્રહસનોમાંથી દત્તક લેતા હતા, જેને ગુજરાતી ભાષા સાથે ઉર્દૂ અને અંગ્રેજી ભાષાને મિશ્ર કરી રજૂ કરવામાં આવ્યા હતા.[૩] મંચ વગર પ્રસ્તુત થતા ભવાઈના ખેલને બદલે નાટકો માટે શરૂઆતમાં ઊંચાઈ ધરાવતા ઊભા મંચ (પ્લેટફોર્મ) ઉમેરવામાં આવ્યા હતા. પછી પૃષ્ઠભૂમિનો વિકાસ ધીમે ધીમે થયો અને અંતે હાલ જોવા મળતા નાટ્યમંચની રચના થઈ હતી. દલપતરામ દ્વારા 'ભવાઇ'માં અસંસ્કારી તત્વનો પ્રભાવ ઘટાડવાના હેતુથી એક નાટ્ય જૂથની રચના કરવામાં આવી હતી અને તે મુંબઇ થિયેટર શ્રેણીમાં આવેલ પારસી થિયેટર દ્વારા ઉપયોગમાં લેવાતી ખામીભરી ગુજરાતી ભાષામાં સુધારણા માટે પણ કાર્ય કરતું હતું.[૪]

ધીમે ધીમે જેમ જેમ વધુ અને વધુ નાટકો લખવામાં આવતાં ગયાં અને ગુજરાતી સાંસ્કૃતિક વિષય અને વસ્તુઓ વધતી ગઈ અને અંતે આ રંગભૂમિનાં જૂથો ભવાઈ પરંપરા, પારસી રંગભૂમિ તેમ જ ભારતીય અને પશ્ચિમી 'ભવાઇ' અને ભારતીય અને પશ્ચિમી નાટ્યશાસ્ત્ર દ્વારા સંસ્થાપિત તત્વોથી અલગ થતા ગયા હતા.

૧૮૭૮માં મોરબી ખાતે મુળજી અને વાઘજી ઓઝા દ્વારાઆર્ય સુબોધ નાટક મંડળીની રચના કરવામાં આવી હતી અને તેમના પ્રથમ નાટક ભરથરી પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ આ નાટક ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઘણા વર્ષો માટે રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૮૮૦માં સાત જેટલાં નાટ્યગૃહનાં જૂથો આગળ આવ્યાં હતાં, જેમાં ડાહ્યાભાઈ ધોળશજી દ્વારા શરૂ કરવામાં આવેલ દેશી નાટક સમાજ વર્ષ ૧૮૮૯થી ૧૯૮૦ પર્યંત ચાલ્યો હતો.[૫]

૧૯મી સદીના અંતમાં નાટ્યગૃહોએ મજબુતાઈ મેળવી અને મુસાફરી કરતાં નાટક કંપનીઓ લોકપ્રિય બની હતી, તેઓ મર્યાદિત વિષયવસ્તુ ધરાવતાં પૌરાણિક અને ધાર્મિક નાટકો કરી રહ્યા હતા. બીજી બાજુ પર વ્યવસાયી નાટ્યગૃહો અટવાઇને મનોરંજન લક્ષી કોમેડી પીરસતા રહ્યા, જેના કારણે પ્રાયોગિક કલાપ્રેમી નાટ્ય ચળવળના આગમનમાં વિલંબ થયો. આ બધું થયું માત્ર ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં, પણ એ સમયમાં દવે અને સી. સી. મહેતા (૧૯૦૧-૧૯૯૧) જેવા નાટ્યલેખકોના ઉદય થયો, જેઓ એક સામાજિક સંદર્ભ સાથેનાં નાટ્યો લખતા હતા. રણછોડલાલ ઉદયરામ દવે (૧૮૩૭ - ૧૯૨૩), નાટ્યકાર અને નિર્માતાને આધુનિક ગુજરાતી રંગભૂમિ પિતા તરીકે ગણવામાં આવે છે.[૬][૭] સી. સી. મહેતાના સૌથી મહત્વપૂર્ણ નાટ્ય આગ ગાડી (ફાયર એન્જિન), જે એક બીમાર ફાયરમેન વિશે હતું, તેનાથી ગુજરાતી રંગભૂમિના કલાપ્રેમી નાટ્યગૃહ ચળવળના ઉદયને વેગ સાંપડ્યો હતો.[૮][૯][૧૦] મહેતા દ્વારા લખાયેલ લગભગ ૨૫ જેટલાં નાટકો પર મોટા પ્રમાણમાં એકાંકી તેમ જ રેડિયો નાટકો ભજવવામાં આવ્યા હતાં; પછી વર્ષ ૧૯૭૦માં તેમણે પોતાના સૌથી જાણીતા લેખન આગ ગાડીનું ભાષાંતર કરી તેના પરથી આયર્ન રોડ નાટક બનાવ્યું હતું.[૧૧] આ સમયગાળા દરમિયાન ભજવાયેલ એક અન્ય મહત્વપૂર્ણ નાટ્ય સર્જનહાર, જે ગાંધી સિધ્ધાંતો દ્વારા પ્રેરિત, અસ્પૃશયતાના વ્યવહારને ઉજાગર કરતું અને તે સમયના લોકપ્રિય અભિનેતાઓ સુખલાલ અને હરીલાલ દ્વારા મંચ પર રજુ કરવામાં આવ્યું હતું.

બાપુલાલ નાયક અને જયશંકર 'સુંદરી' સ્નેહ-સરિતા નાટકમાં, ૧૯૧૫

વર્ષ ૧૯૨૦ પછીના સમયમાં નાટ્યગૃહો તહેવારોના દિવસોનો એક અભિન્ન ભાગ બની ગયા હતાં. વિશાળ રંગમંચ અને વેશભૂષા તે સમયનાં ઉચ્ચ બિંદુ બન્યાં હતાં અને તે યુગના મહત્વપૂર્ણ અભિનેતાઓ બાપુલાલ નાયક અને જયશંકર ભોજક 'સુંદરી' (૧૮૮૯-૧૯૭૫), જે બંન્ને કલાકારોએ જૂની શૈલી તેમજ ઊભરતાં પ્રયોગાત્મક કલાકારો તરીકે નાટ્યગૃહો માટે કામ કર્યું અને મરાઠી રંગભૂમિના બાલ ગાંધર્વની માફક એક દંતકથા બની ગયા હતા. વર્ષ ૧૯૩૭માં અમદાવાદ ખાતે રંગભૂમિ પરિષદની રચના કરવામાં આવી હતી, જેના દ્વારા તે સમયગાળાના મુખ્ય નાટ્યોને સામાન્ય પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.[૧૨]

કનૈયાલાલ મુનશીએ નોંધપાત્ર સામાજિક સંતો વિશે લખ્યું[૧૩] અને સાથે વિદેશી નાટકોનું પણ ભાષાંતર કરાવવામાં આવ્યું હતું તેમજ, વર્ષ ૧૯૨૩માં ઇબ્સેનના એ ડોલ્સ હાઉસ નું પણ ગુજરાતી ભાષામાં ઢીંગલી તરીકે પ્રાણજીવન પાઠક દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું હતું, છતાં વાસ્તવિક અભિનય કે જેની નાટ્યોમાં માંગ હતી ત્યાં સુધી હજી પહોંચી શકાયું ન હતું.[૧૪] જો કે મહેતા અને મુનશીના લેખક તરીકેના ઉદય થવા છતાં એકંદરે એ સમયમાં નાટયગૃહોના એક યુગ તરીકેની સ્થાપના થવાને બદલે કમનસીબે તેમાં એકંદરે ઘટાડો થયો હતો, જેને વર્ષ ૧૯૩૦માં નાટ્યગૃહો દ્વારા શરૂ જન્મ માં ભારતીય સિનેમામાં ટોકીઝનો જન્મ થતાં,[૧૫] ત્યારથી વર્ષ ૧૯૫૦ સુધીના સમયમાં જૂની રંગશાળાઓ અને વ્યવસાયિક નાટ્યગૃહો બધા અદ્રશ્ય થવા લાગ્યા હતા અને પ્રવાસી પારસી રંગભૂમિ પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ હતી.

સ્વતંત્રતા પછીનો યુગ[ફેરફાર કરો]

ભારતની સ્વતંત્રતા પછીના યુગમાં વર્ષ ૧૯૫૦માં ગુજરાતી રંગભૂમિમાં નવી તેજી વૃદ્ધિ જોવા મળી હતી અને નાટ્ય જૂથો ફરીથી મુંબઇ, અમદાવાદ અને વડોદરા ઝડપથી વધતા ગયાં, જેમ કે નટ મંડળ અને રંગ મંડળ અને અત્યંત નોંધનીય વ્યાપારી નાટ્ય કંપની રગભૂમિ. આ ઉપરાંત વર્ષ ૧૯૫૦માં મહેતા, પરાગજી ડોસા દ્વારા કેટલાંક એવોર્ડ વિજેતા નાટકો લખાવા છતાં ગુજરાતી નાટ્યલેખન મોટા ભાગે ભાષાંતર તેમ જ અન્ય રચનાઓમાંથી અનુકૂલન સાધવામાં મર્યાદિત રહ્યું હતું. વર્ષ ૧૯૫૨માં અમદાવાદ ખાતે નટ મંડળની રચના કરવામાં આવી હતી, જે ફરી એક વાર ગુજરાતી રંગભૂમિના અત્યાર સુધીના પીઢ કલાકારોને એક સામાન્ય રગમંચ સુધી દોરી લાવવાની તક પૂરી પાડવાની નેમ ધરાવે છે.

આ સમયમાં પરંપરાગત 'ભવાઇ' સંગીતને પણ શાંતા ગાંધી (ગુજરાતી લોકવાર્તા પર આધારીત નાટક જસમા ઓડણ (૧૯૬૮)ના લેખક અને નાટ્ય દિગ્દર્શક) જેવા નાટ્ય દિગ્દર્શક દ્વારા પુનઃસજીવન કરવામાં આવ્યું. બીજી તરફ દીના પાઠક (પછીથી દીના ગાંધી) દ્વારા મેના ગુર્જરી નાટકમાં મુખ્ય પાત્ર ભજવવામાં આવ્યું.[૧૬] વર્ષ ૧૯૫૭માં પ્રમુખ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ માટે રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે મેના ગુર્જરી અત્યાર સુધીના પ્રથમ અને એક માત્ર ગુજરાતી નાટકનું ગૌરવ પ્રાપ્ત કરવાનું પરાક્રમ કરી ચૂક્યું છે.

દરમિયાન ઉત્તર અમેરિકા ખાતેના ગુજરાતી વસાહતીઓએ જોયું કે એમની વચ્ચેથી માત્ર ગુણવત્તાસભર નાટ્યસાહિત્ય જ નહીં, સાથે ગુજરાતી રંગભૂમિની ગતિશીલતા પણ જોવા મળે છે.[૧૭] વડોદરા રંગભૂમિને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રોત્સાહન દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકેની ઓળખ અને પ્રસિદ્ધ ગાંધર્વ નાટક મંડળીની ભેટ સાંપડી હતી. વર્ષ ૧૯૫૦માં આ શહેરમાં અનેક જૂથો રચના કરવામાં આવી હતી, જેમ કે નુતન સંસ્કાર કેન્દ્ર, ત્રિમૂર્તિ, નાટ્ય વિહાર, ભારતીય કલા કેન્દ્ર અને યુનિવર્સલ આર્ટ ફોરમ. અને પછીના દાયકાઓમાં પણ રંગાવલી (૧૯૭૪), કશુંક, વિષ્કંભક, આકાર થિયેટર (૧૯૮૦), ઈન્ટિમેટ, જયશ્રી કલા નિકેતન અને નવચેતન જેવાં જૂથોની રચના થયેલી જોવા મળી. આ શહેર વર્ષ ખાતે ૧૯૯૦ સુધી દસ જેટલાં નાટ્ય જૂથો કાર્યરત હતાં, પરંતુ વર્ષ ૨૦૦૦ સુધીમાં ધીમે ધીમે નાટ્યગૃહો અને પ્રેક્ષકો ઘટતા જ રહ્યા. આમ છતાં ત્યાર પછીના સમયમાં પણ સુરત અને રાજકોટ ખાતે નાટ્ય જૂથો કાર્યરત રહ્યાં હતાં. પછી ૨૦૦૦ના દાયકાના મધ્ય ભાગમાં ગુજરાતી રંગભૂમિ પુનરુત્થાનનો પ્રયાસ આદરી અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે.[૧૮][૧૯]

જો કે દ્વિઅર્થી હાસ્યાત્મક સંવાદો, મોટા કલાકારોની આગેવાનીવાળાં વ્યવસાયિક નાટ્યગૃહો વચ્ચે વર્ચસ્વ માટેના સંઘર્ષ વચ્ચે પણ વર્તમાન સમયમાં મધ્યમ માર્ગ પર ચાલી સેતુ બનવાનો પ્રયાસ આદરી પ્રયોગાત્મક રંગભૂમિ ચાલુ રહી છે.[૨૦] વર્ષ ૨૦૧૧માં, નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ (એનસીપીએ), મુંબઇ ખાતે પ્રયોગાત્મક રંગભૂમિને પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ હાથ ધરી વસંત - ગુજરાતી નાટ્ય ઉત્સવ નામનો કાર્યક્રમનું આયોજન કરી તેનો પ્રથમ ગુજરાતી રંગભૂમિ ફેસ્ટિવલ ઉજવ્યો હતો.[૨૧]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • મહેશ ચોક્સી; ધીરેન્દ્ર સોમાણી, સંપાદકો (૨૦૦૪). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક. કર્મયોગી સ્વ. સાંકળચંદ પટેલ જીવનઘડતર ગ્રંથશ્રેણી-૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ.
  • Desai, S.D. (ડિસેમ્બર ૨૦૦૨). More Happenings: Gujarati Theatre Today (1990 - 1999). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. ISBN 81-7227-113-1.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bhawana Somaaya (મે ૧૧, ૨૦૦૧). "Theatre time is here again". The Hindu. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૫, ૨૦૧૩. CS1 maint: discouraged parameter (link)
  2. "Gujarati Theater". gujaratirocks. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૫, ૨૦૧૩.
  3. Chambers, p.381
  4. Mukherjee, p. 322
  5. "First Gujarati theatre group came up in 1878". The Times of India. માર્ચ ૨૭, ૨૦૧૩. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૪, ૨૦૧૩.
  6. Datta, p. 1071
  7. Natarajan, p. 111
  8. Hochman, p. 37
  9. Chambers, p.382
  10. Tevani, p. 50
  11. George, p. 179
  12. "Reliving the past of Gujarati Rangbhoomi". The TImes of India. માર્ચ ૨૭, ૨૦૧૩. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૫, ૨૦૧૩.
  13. Das, p. 158
  14. Das, p. 57
  15. Das, p. 169
  16. "From Gujarat with grace". The Tribune. જુન ૧૧, ૨૦૦૬. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૦. Check date values in: |date= (મદદ)
  17. Magocsi, p. 637
  18. "Drama magic survives in Vadodara, but vibrancy a far cry". The Times of India. માર્ચ ૩૦, ૨૦૧૨. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૫, ૨૦૧૩.
  19. "At 150, will Gujarati theatre reinvent itself?". The Times of India. મે ૭, ૨૦૦૪. મૂળ માંથી 2013-06-15 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૫, ૨૦૧૩.
  20. {{Cite news|url=http://www.dnaindia.com/ahmedabad/1816058/report-gujarat-theatre-dons-a-new-face-of-change%7Ctitle=Gujarat theatre dons a new face... of change|date=માર્ચ ૨૭, ૨૦૧૩|publisher=DNA (newspaper)|access-date=મે ૧૪, ૨૦૧૩}
  21. Onkar Kulkarni (માર્ચ, ૨૦૧૧). "Theater versus Theater". Indian Express. મેળવેલ મે ૧૫, ૨૦૧૩. Check date values in: |date= (મદદ)

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]