ચાવડા રખાલ
Appearance
Coordinates: 23°09′08″N 69°28′36″E / 23.1522°N 69.4766°E
ચાવડા રખાલ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનાં સમાત્રા ગામ નજીક આવેલું, કચ્છ રજવાડાના રાજાઓની માલિકીનું આરક્ષિત વનક્ષેત્ર છે. તે ભુજથી ૧૫-૧૭ કિમી દૂર આવેલું છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]કચ્છ રજવાડાના ભૂતપૂર્વ શાસકોએ (કચ્છ રજવાડું, ૧૧૪૭-૧૯૪૮) તેમન કાર્યકાળ દરમ્યાન ૪૫ અનામત વનો જાહેર કર્યા હતાં. તેમને રખિયાલ કહેવામાં આવતા. આ વનોનો કોઈપણ વ્યાપારી ઉદ્દેશ્યથી ઉપયોગ કરવા પર પાબંદી હતી. ભારત સ્વતંત્ર થતાં આ વનો કચ્છના રાજાની માલિકીના થયા અને હાલમાં પ્રાગમલજી તૃતીય તેના માલિક છે.[૨] હાલમાં તે એક પર્યટનસ્થળ છે. ચાવડા રખાલ એ સૌથી મોટું આરક્ષિત વન છે અને તેમાં પ્રાગસર નામનું તળાવ પણ આવેલું છે. આ તળાવમાં મગરો અને વિવિધ પ્રજાતિની માછલીઓ છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૩૨૫. ISBN 978-0-9789517-0-2.
- ↑ "Son of erstwhile Kutch ruler cannot claim father's riches: Court". Deccan Herald. 1૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in:
|date=
(મદદ)